ગુજરાતનાં આ શિક્ષક ઢોલ-નગારા સાથે બાળકોને લાવે છે સ્કુલે, નાચતા ગાતા કરાવે છે અભ્યાસ

0
418

આ દુનિયામાં એક શિક્ષકની નોકરી સૌથી વધુ જવાબદારી વાળી છે. તે વિદ્યાર્થીઓને જે કંઈપણ ભણાવે છે તેનાથી તેનું ભવિષ્ય નિર્ધારિત હોય છે. પરંતુ આ શિક્ષક પણ ઘણી પ્રકારના અને અલગ-અલગ વિચારોવાળા હોય છે. ઘણા શિક્ષક નોકરી એટલા માટે કરે છે કે તેને પગાર મળે છે ખાસ કરી સરકારી અધ્યાપક માં આ વિચારવાળા વધુ જોવા મળે છે.

બીજી બાજુ ઘણા શિક્ષકો એવા પણ હોય છે કે જેને પૈસા થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય મહત્વનું હોય છે. તેઓ સાચા અર્થમાં તેમની કાળજી રાખે છે એવું કહી શકાય અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ગમે તે હદ સુધી જાય છે. તેમની અંદર વિદ્યાર્થીઓને ભણાવવાની ઈચ્છા હોય છે. આજે તમને એક એવા શિક્ષક વિશે જણાવીશું કે તેમની ભણાવવાની રીત કંઇક અલગ છે.

ફોટામાં દર્શાવેલ વ્યક્તિ છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ આપવા વાળા વિશાલ પંડયા. આ એક આદિવાસી વિસ્તારમાં છોકરાઓને ભણાવવાનું કામ કરે છે. આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે. આ વિસ્તારમાં છોકરાઓને ભણવામાં મન નથી લાગતું. અને ઘણાં તો સ્કૂલ આવવાથી પણ દૂર ભાગે છે. અને તેના માટે વિદ્યાર્થીઓ ને રોજ સ્કૂલ બોલાવવા માટે વિશાલ પંડયા એ એક અલગ જ ને દિલચસ્પ રીત શોધી કાઢી.

વિશાલ રોજ દરેક વિદ્યાર્થીઓને ઢોલ અને શરણાઈ વગાડીને સ્કુલ બોલાવે છે. તે દરમિયાન છોકરાઓ જૂમી અને નાચીને મસ્તી પણ કરે છે. પોતાના આ અલગ અંદાજ ના લીધે વિશાલ ઇન્ટરનેટ અને મીડિયા પર છવાયેલા છે. વિશાલનું કહેવું છે કે તેમની આ રીતથી બાળકો ભણવામાં દિલચસ્પ રહે છે અને તેની સાથે તેમની સ્મરણશક્તિ પણ તેજ થાય છે.

એક બીજી વાત એ પણ છે કે વિશાલ અલગ રીતે ગરમીના વેકેશનમાં પણ છોકરાઓને ભણાવે છે. તેમણે ગામના સરપંચ અને માતા-પિતાને કહ્યું છે કે વેકેશન દરમિયાન દરરોજ બે કલાક છોકરાઓને અભ્યાસ માટે મૂકી દે. આ બે કલાક દરમિયાન વિશાલ ની એ જ ઈચ્છા છે કે વિદ્યાર્થીઓને શિક્ષા માટે તેમનો પાયો મજબૂત બની જાય. એક તરફ ઘણા શિક્ષકો ગર્મીઓના વેકેશનમાં મજા લેતા હોય છે પરંતુ વિશાલ છોકરાઓને ભણાવવા માટે સારું કામ કરી રહ્યા છે. વિશાલનું કહેવું છે કે મારું વેકેશન બરબાદ થઈ જશે તો ચાલશે પરંતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવું જોઈએ નહીં.

પોતાના આ ન્યુ ટીચિંગ ટેકનિકથી વિશાલ શિક્ષકોને સંદેશ આપવા માંગે છે કે સ્કૂલમાં આરામથી બેસી રહેવાથી કંઇ નહીં થાય છોકરાઓને શિક્ષણમાં મન લગાવવા માટે હર દિવસ કંઈક ને કંઈક અલગ કરવું પડશે તેની સાથે દરેક માતા-પિતાને સ્કૂલમાં એડમીશન કરાવવા માટે જાગૃત પણ કરે છે જે શિક્ષણ ને જરૂરી નથી સમજતા. વિશાલના આ એક અલગ વિચારને દિલથી સલામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here