ગુજરાતના આ મંદિરમાં ૫૫ વર્ષથી ચાલે છે અખંડ રામધૂન, હનુમાનજી પણ રામધૂનમાં હાજર રહેતા હોવાની માન્યતા

0
905

જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ જાણીતું બન્યું છે. બિહારના એક નાના ગામમાં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ પોતાની યુવા અવસ્થામાં જ ભગવો વેશ ધારણ કરીને સંસાર છોડી દીધો હતો. ૧૯૧૨માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજ ૧૯૬૦માં જામનગર આવ્યા અને તેમણે તળાવના કાંઠે આ હનુમાનજીનું મંદિર બંધાવેલ હતું.

લાખોટા તળાવની બાજુમાં આવેલા આ મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુક મહારાજે કર્યા બાદ અહી ૧ ઓગસ્ટ ૧૯૬૪ના રોજથી અહી ભગવાન શ્રીરામનુ નામ ગુંજે છે. રામધૂનને કારણે આ મંદિરને ૧૯૮૮માં તેને ઇંગ્લૈંડની ગિનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળેલું છે. જામનગરમાં આવેલ આ બાલા હનુમાન મંદિરમાં ૫૫ વર્ષથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રધ્ધાનું પ્રતિક રહેલી છે. ફક્ત જામનગર જ નહીં પરંતુ ભારતના પવિત્ર ધામોમાં બાલા હનુમાન મંદિરની ગણના કરવામાં આવે છે. આ સાથે અહી ૨૪ કલાક એક પણ મિનિટ અટક્યાં વગર સતત રામધૂન ચાલે છે.

મંજીરાં, હાર્મોનિયમ અને બીજા અન્ય વાજિંત્રો સાથે અહી દર્શન માટે આવતા લોકો પણ રામધૂનમાં સાથ આપતા હોય છે. મોટા તહેવાર કે ઉત્સવોમાં તો ખૂબ જ ઉર્જા સાથે રામધૂન બોલવામાં આવતી હોય છે, આ સિવસ રત્ન સમયે પણ રામધૂન એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. જે રીતે મંદિરના સ્વયંસેવકો પણ ખૂબ જ નિયમિત રૂપે રામધૂન્મ સહભાગી થાય છે તેના પરથી ખ્યાલ આવે છે કે રામધૂન ક્યારેય પણ ખંડિત થવાની ચિંતા રહેતી જ નથી.

હનુમાનજીનું આ મંદિર જામનગરમાં લાખોટા તળાવની બાજુમાં જ આવેલું છે. પ્રથમ વખત મંદિરમાં આવેલા ભક્તને તો એ જાણીને નવાઈ જ લાગે છે કે આટલા વર્ષોથી આ રામધૂન ખંડિત થયા વગર ચાલી રહી છે. ૧લી ઓગસ્ટ ૧૯૬૪ના રોજથી ચાલુ થયેલી રામધૂન ૨૦૦૧ના ભૂકંપથી જ્યારે સમગ્ર ગુજરાત ધનધણી ઉઠ્યું હતું અને ખૂબ જ તારાજી સર્જાઈ હતી ત્યારે પણ ભક્તિભાવથી આ રામધૂન બંધ થઈ ના હતી. આ વાત જણાવે છે કે રામધૂનમાં કેટલી શ્રધ્ધા અને ભક્તિ રહેલી છે.

અહી મંદિરમાં જે સ્વયંસેવકો રામધૂનમાં ભાગ લે છે તેઓ એ રીતે ચુસ્તપણે સમયપત્રકનું પાલન કરે છે કે ક્યારેય પણ રામધૂન ખંડિત થવાની ચિંતા સતાવતી જ નથી. મંદિરના નોટિસ બોર્ડ પર પહેલાથી જ યાદી મૂકી દેવામાં આવે છે કે આજના દિવસે ક્યાં વ્યક્તિએ રામધૂનમાં હાજરી આપવાની છે. અહી લોકોની ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિના પણ દર્શન થાય છે જેણે આટલા વર્ષોથી આ રામધૂનને સતત રામ નામ સાથે ગુંજતી રાખી છે.

તમને આર્ટિક્લ કેવો લાગ્યો એ જરૂરથી જણાવશો અને ખાસ જણાવવાનું કે આપણે રામધૂનમાં યોગદાન ન આપી શકીએ તો કોમેન્ટમાં જયશ્રી રામ જરૂરથી લખી દેવું અને આર્ટિક્લને શેયર કરી દેવો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here