જ્યારે પરિવાર વાળા સહકાર નથી આપતા ત્યારે પ્રેમીઓ ખૂબ જ મૂંઝવણ અનુભવે છે. કેવી રીતે લગ્ન કરવા અને કેવી રીતે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું એવા તો તેમને ખૂબ જ પરેશાન કરતી હોય છે. આવા પ્રેમીઓની મદદ કરે છે “લગનિયા હનુમાન”.
અમદાવાદ માં આવેલ આ હનુમાન મંદિર પ્રેમીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. એકબીજાને પ્રેમ કરતા અને જીવનભર જીવનસાથી બનવા માગતા પ્રેમીઓ ઘરે થી ભાગી ને અહીંયા લગ્ન કરવા માટે આવે છે. અત્યાર સુધીમાં આ મંદિરમાં ૧૨ હજારથી પણ વધારે પ્રેમીઓના લગ્ન થઈ ચૂક્યા છે.
આ મંદિરમાં દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે. વેલેન્ટાઈન ડે ના દિવસે અહીંયા દરેક વર્ષે લગ્નની ઈચ્છા રાખતા તેઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. હનુમાનજી લગ્ન નહોતા કર્યા પરંતુ તેઓ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા પરંતુ પ્રેમીઓ વચ્ચે આ મંદિર એક અપવાદ છે. અહીંયા હનુમાનજીની સાક્ષીમાં પ્રેમીઓ આજીવન સાથે રહેવાનું એકબીજાને વચન આપે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ મંદિરમાં સમલૈંગિક લોકોના પણ લગ્ન કરવામાં આવેલ છે.
આ મંદિરમાં પ્રેમીઓના લગ્ન કરાવવાનો પૂરો શ્રેય ત્યાંના પૂજારી હીરાભાઈ જાગુજી ને જાય છે. તેઓએ કહ્યું હતું કે ભૂકંપ આવ્યા બાદ મેં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા પ્રેમીઓની મદદ કરવાનું શરૂ કર્યું હતું. આ મંદિર પ્રેમીઓ માટે 24 કલાક ખુલ્લું રહે છે અને ઘણી વાર તો રાતના ત્રણ વાગ્યે પણ લગ્ન પૂર્ણ થાય છે. પ્રેમીઓને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે એ માટે અહીંયા ફોટોગ્રાફર ની સુવિધા પણ આપવા આવેલી છે.
અહીંયા લગ્ન કરવા માંગતા લોકોને એક ફોર્મ ભરવું પડે છે. લગ્નના પ્રમાણપત્ર માટે તેમના આઈડી પ્રુફ પણ લેવામાં આવે છે અને નિગમની ઓફિસમાં જમા કરાવવામાં આવે છે. ત્યાર બાદ તેઓને લગ્નનું પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે. અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે મંદિરમાં થનારા લગ્ન કાનૂની રૂપથી કાયદેસર હોય. પ્રેમીઓમાં આ મંદિરના પૂજારી વેલેન્ટાઈન બાબા ના નામથી પણ પ્રસિદ્ધ છે. તેઓ પાછલા ૧૭ વર્ષોથી આ મંદિરમાં પ્રેમીઓના લગ્ન કરાવતા આવ્યા છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.