ગ્રાહક પાસેથી પેપર બેગના ૩ રૂપિયા વસૂલવા પર બાટા પર લાગ્યો ૯ હજાર રૂપિયાનો દંડ

0
761

બાટા ઇન્ડિયા લિમિટેડ ને એક પેપર બેગ માટે ત્રણ રૂપિયા વસૂલવા મોંઘા પડી ગયા હતા. તેના બદલામાં કંપની પર નવ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. સાથે સાથે ગ્રાહકોને સેવા ન આપવી અને પેપર બેગ ના પૈસા વસુલવા બદલ ચંદીગઢ ઉપભોક્તા ફોરમ દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ફોરમ દ્વારા કંપનીને નિર્દેશ દેવામાં આવ્યા હતા કે તેઓ સામાન ખરીદનાર દરેક ગ્રાહક ને ફ્રી કેરી બેગ આપે.

સેક્ટર 23-બી ના નિવાસી દિનેશ પ્રસાદે એપ્રિલ મહિનામાં સેક્ટર 22-ડી સ્થિત બાટા ના શો રૂમમાંથી એક જોડી શૂઝ ખરીદ્યા હતા. શુઝ માટે દિનેશે સ્ટોર ને 402 રૂપિયા ચૂકવ્યા હતા, બિલમાં પેપર બેગ ના પૈસા પણ સામેલ હતા. તેઓએ પેપરબેગ ના ત્રણ રૂપિયા રિફંડ મેળવવા માટે ચંડીગઢ ઉપભોક્તા ફોરમમાં ફરિયાદ કરી હતી. પહેલા કંપની દ્વારા ગ્રાહકના આરોપોનું ખંડન કરવામાં આવ્યું હતું. પરંતુ ફોરમ દ્વારા કંપનીની સેવાઓમાં કૃતિ માટે દોષી કરાર માનીને દંડ ફટકારવામાં આવ્યો હતો.

દિનેશ ના જણાવ્યા અનુસાર તેઓએ પેપર બેગ ના ત્રણ રૂપિયા રિફંડ માગ્યા હતા અને કંપનીની સર્વિસ પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપભોક્તા ફોરમ દ્વારા કહેવામાં આવ્યું કે ગ્રાહકને પેપર બેગ નો ચાર્જ ચૂકવવા માટે મજબૂર કરવા એ યોગ્ય નથી. તે કંપનીની ખરાબ સર્વિસ દર્શાવે છે. પેપર બેગ ને કંપનીએ મફતમાં આપવી જોઈએ. પેપર બેગ ના પૈસા ગ્રાહકો પાસેથી ના લેવા જોઈએ પરંતુ ગ્રાહકોની સુવિધાને લઈને બેગ ફ્રીમાં આપવી જોઈએ.

ફોરમે કહ્યું હતું કે જો કંપનીઓ હકીકતમાં પરિવારને લઈને ચિંતિત હોય તો તેઓએ પોતાના ગ્રાહકોને પર્યાવરણ અનુકૂળ બેગ આપવા જોઈએ. ફોરમ દ્વારા ચુકાદામાં માતા લિમિટેડ ને પેપર બેગ ના પૈસા પરત આપવા માટે જણાવવામાં આવ્યું હતું. સાથોસાથ ૧૦૦૦ રૂપિયા ઉપરાંત માનસિક પીડા માટે ગ્રાહકને ૩૦૦૦ રૂપિયા કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. તે સિવાય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના લીગલ એકાઉન્ટમાં ૫૦૦૦ રૂપિયા જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here