ઘરે બેઠા કમાઓ રૂ.૨૭૦૦ દર મહિને, જાણી લો આ પોસ્ટ ઓફિસની આ સ્કીમ

0
3131

તમે ઘરે બેઠા હવે કઈ પણ કામ કર્યા વગર દર મહિને ૨૭૦૦ રૂપિયા કમાઈ શકો છો. પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્કીમ બહાર પાડવામાં આવેલી છે જેના દ્વારા તમે દર મહિને ઘરે બેઠા કઈ પણ કામ કર્યા વગર જ ૨૭૦૦ રૂપિયા કમાઈ શકો છો. આમાં કેટલું રોકાણ કરવાનું રહેશે અને કઈ રીતે કરવાનું રહેશે એ અમે તમને અહી જણાવીશું.

અત્યારે શેરબજાર અને મ્યુચુઅલ ફંડ વગરે ઓપ્શન છે પૈસા કમાવવા માટે પરંતુ આ બધા ઓપ્શન જોખમ ભરેલા છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને કોઈપણ જાતના જોખમ વગર જ પૈસા કમાઈને આપશે. તમારું અકાઉંટ પોસ્ટ ઓફિસમાં ખોલાવીને તેમાં ૪,૫૦,૦૦૦ સુધી જમા કરવી શકો છે અને આ સ્કીમ નો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમનું નામ Post Office Monthly Income Scheme Account (MIS). આ સ્કીમ માં તમે ૧૫૦૦ રૂપિયાથી પોતાનું ખાતું ખોલાવી શકો છો.

પોસ્ટ ઓફિસની સ્કીમમાં તમને દર મહિને તમારી રકમ પર ૭.૩% વ્યાજ મળશે. જો તમે ૪,૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો એનો મતલબ એ છે કે તમને દર મહિને ૨૭૦૦ રૂપિયા વ્યાજ પેટે મળશે. તમારી મૂળ રકમ એમ જ રહેશે અને તમને દર મહિને આ વ્યાજ મળશે. તમારી પાસે જો રકમ પડેલી હોય તો આ સ્કીમ માં રોકાણ અવશ્ય કરવું જોઈએ. જેથી કરીને તમે ઘરે બેઠા કમાઈ શકો છો.

આ સ્કીમની મુદત પાંચ વર્ષની છે એટલે તમે આ સ્કીમને તમે અધૂરી ના મૂકી શકો, આ સ્કીમ એકવાર શરૂ કર્યા પછી તે પાંચ વર્ષ સુધી ચાલુ જ રહેશે. તમે વચ્ચેથી તેમાથી રકસ્મ ઉપાડી શકશો નહીં. પાંચ વર્ષની મુદત પુર્ણ થતાં તમને તમારી મૂળ રકમ પરત મળી જશે.

ઘરમાં પડી રહેલા પૈસાને આ સ્કીમ માં લગાવો તો દર મહિને લાભ મેળવી શકશો. જો તમારે આ સ્કીમ નો લાભ લેવો હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ વિશે માહિતી મેળવી શકો છે. ગૂગલ પરથી તમે પોસ્ટ ઓફિસની વેબસાઇટ પર આ વિશે ની તમામ માહિતી અને શરતો પણ જાણી શકશો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here