ઘરે બનાવો સ્વાદિષ્ટ વેજીટેબલ અપ્પમ

0
526

વેજીટેબલ અપ્પમ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ઝીણા સમારેલા શાકભાજી લેવા જેમકે ગાજર, ડુંગળી, ફણસી, ટામેટા કેપ્સિકમ મરચાં, ઝીણા સમારીને લેવા એક બાઉલમાં ઢોસા નું ખીરુ લેવું.

તેમાં બધા શાકભાજી નાખી દેવા થોડાક ઝીણા સમારેલા તીખા મરચાં પણ એડ કરવા અને જો તમને પસંદ હોય તો તમે આદુ પણ નાખી શકો છો. હવે તેમાં થોડાક વટાણા નાખવા અને સ્વાદ અનુસાર મીઠું નાખવું. અને એક ચપટી સોડા નાખવા જેથી અપમ સોફ્ટ થાય.

હવે તેને બરાબર મિક્સ કરી લેવું. મિક્સ કરેલા ખીરાને અપમ પ્લેટમાં થોડું તેલ નાખી અને તેમાં તેલ ગરમ થાય પછી ખીરું નાખો અને ધીમા તાપે તેને ચડવા દેવું. હવે આજુબાજુની કોર ચડી જાય પછી ચમચીની મદદથી તેને પલટાવી દેવા આમ પલટાવી દેવાથી ઉપરનું ખીરુ જે ચઢવાનું બાકી હોય તે આરામથી શેકાઈ જાય છે અને અપ્પમ ગોળાકારના બને છે.

હવે થોડુંક તેલ નાખીને તેને પણ બેથી ત્રણ મિનિટ નીચે ચઢવા દેવા આવી રીતે ચમચીથી તેને ફેરવતા રહેવું અને બધી બાજુથી કડક કરી લેવું. તો તૈયાર છે વેજીટેબલ અપ્પમ અને તેને તમે સીંગદાણાની અને ટામેટાની સાઉથ ઇન્ડિયન ચટણી સાથે સર્વ કરી શકો છો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here