ઘર થી ભાગી ને લગ્ન કરતા પહેલા આ 7 વાતો ધ્યાનમાં રાખો

3
17929

ઘર થી ભાગી ને લગ્ન કરવા એ ઘણા માટે સારું સાબિત થાય છે અને કોઈક માટે સારું નથી થતું. તે તમારે નક્કી કરવુ કે તમારા પરિવાર થી વિરુદ્ધ માં લગ્ન કરવા કે નહીં. તમારા પાર્ટનર સાથે તમારે કેટલો પ્રેમ છે તે ઉપર થી વિચારી ને તમારે આ પગલું ભરવું જોઈએ.

આજે અમે જણાવીશું કે ભાગી ને લગ્ન કરવા માટે તમારે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ. આપના દેશ નો કાનૂન સ્વતંત્રતા આપે છે કે તમે જેને પ્રેમ કરો છો તેની સાથે તમે લગ્ન કરી શકો છો. પરંતુ જરૂરી છે કે તમે જેની સાથે લગ્ન કરો તેની પણ પુરી મંજૂરી હોવી જોઈએ. ઘરે થી ભગવા માટે પહેલા બધી પ્લાનિંગ કરો નહિતર ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડશે. ઘરે ભાગવા પહેલા આ બાબતો નું ધ્યાન રાખો.

  • તમારી અને તમારા પાર્ટનર ની ઉંમર પહેલા ધ્યાનમાં રાખો. છોકરી ની ઉંમર 18 થી વધારે અને છોકરા ની 21 વર્ષ ઉંમર હોવી જરૂરી છે. જો આવું નહિ હોય તો તમારા પર અપહરણ નો ગુનો સામે વાળા લોકો લગાવી શકશે.
  • ભાગતા પહેલા બધા ડોક્યુમેન્ટ જે લગ્ન કરવા માટે જરૂરી છે તે સાથે રાખી લ્યો. આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવી કે બન્ને પાસે બધા જ ડોક્યુમેન્ટ હોય.
  • લગ્ન કરવા માટે જરૂરી છે કે તમારા બન્ને ની પુરી મંજૂરી હોય. જો એક પણ વ્યક્તિ ડરીને કે મૂંઝવણ માં આવીને પણ તેનાથી ખિલાફ થઈ જાય તો સામે વાળા વ્યક્તિ પર પોલીસ કમ્પ્લેન થઈ શકે છે.

  • સૌથી પહેલા તમે એકબીજા સાથે કન્ફોર્મ કરી લ્યો કે બન્ને એકબીજા ની મરજી થી ભાગો છો.
  • તમારે ભાગી ને લગ્ન કરવા માટે એક વકીલ રાખવો પડશે જે તમારા લગ્ન ન બધા જ ડોક્યુમેન્ટ અને તેની પ્રોસેસ ને આસન કરી દે.
  • તમારે સમય ને ધ્યાનમાં રાખીને ભાગી ને તરત જ પહેલા લગ્ન કરી લેવા જોઈએ નહિતર તમને પોલીસ કે તમારા ઘર વાળા લોકો પકડી શકે છે પરિવાર લોકો વચ્ચે મોટો ઝગડો થઈ શકે છે.
  • ઘર થી ભાગવા ની પહેલા ક્યાં ભાગવું, કેવીરીતે અને કઈ કોર્ટમાં લગ્ન કરવા તે બધું પ્લાનિંગ કરી લેવું જોઈએ.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

3 COMMENTS

    • Tamare game te bahanu kari ne documents lay leva pade jeva ke Leaving Certificate, Aadhar card, Election card, Bith certificate etc.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here