ઘરમાં રાખો કાચબો, પૈસામાં થશે બરકત અને દૂર થશે ઘરના બધા જ વાસ્તુદોષ

0
1234

દરેક ઘરમાં કોઈને કોઈ વાસ્તુદોષ જરૂર હોય છે, જેના લીધે ઘર પરિવારના લોકોની પ્રગતિ થતી નથી. હંમેશા કોઇને કોઇ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘરમાં રહેતા સભ્યોએ સુખી રહેવા માટે અને ઘરમાં સમૃદ્ધિ વધારવા માટે ફેંગશુઈ કાચબાનો પ્રયોગ કરવો જોઈએ. તો આવો જાણીએ કે ઘરમાં કાચબો રાખવાથી શું ફાયદા થાય છે.

ફેંગશુઈ કાચબો ઘર અને વેપાર માં ધન લાવે છે. તેનામાં પૈસાને લાવવાની એક વિલક્ષણ ચુંબકીય શક્તિ હોય છે. તેના મોઢામાં એક સિક્કો હોય છે. કાચબો બ્રહ્માંડની સકારાત્મક ઊર્જાથી ભરેલો હોય છે. કાચબો જળ અને જમીન બંને જગ્યાએ રહી શકે છે. પૃથ્વી પર પોતાની બધી જ કલાઓ થી ઉર્જા પેદા કરે છે. કાચબો લાવવાથી ઘર, કાર્યાલય, ફેક્ટરી, દુકાન અને વેપારના સ્થળ પર સકારાત્મક ઉર્જા રહે છે, જેના લીધે બધા જ વાસ્તુદોષ દૂર થાય છે અને પૈસા કમાવાની તાકાત વધે છે. માનસિક તણાવ દૂર થાય છે અને અટવાયેલા દરેક કામો પૂર્ણ થતાં જણાય છે. ધનલાભ માટે કાચબાને ઘર ફેક્ટરી અને દુકાનમાં અંદરની તરફ મોઢું રાખીને છુપાવીને રાખવામાં આવે છે.

મકાનના દક્ષિણમુખી અથવા પશ્ચિમમુખી કેન્દ્રમાં ફેંગશુઈ કાચબો રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. ઘરના મધ્યભાગમાં નવ કાચબા રાખવાથી નવ ગ્રહો બરાબર ઉર્જા ઉત્પન્ન થાય છે. તે ઘરના બધા જ વાસ્તુ દોષને દૂર કરી દે છે અને તમારી કુંડળીના બધા જ ગ્રહોને પણ શુ બનાવી દે છે.

મુખ્ય દ્વારના અંદરની તરફ કાચબો લગાવો તો માનસિક શાંતિ મળે છે અને ઘરનો વાસ્તુદોષ પણ ઠીક થઇ જાય છે. જો તમારો વેપાર ઓછો ચાલે છે તો અથવા તો તમારા ઓફિસનું કામ સારી રીતે નથી ચાલી રહ્યું તો તમારા ઓફિસ અને ઘરમાં એક એક કાચબો રાખી દો. જે ઘરમાં કાચબો લગાવેલો હોય છે તે ઘરમાં લોકો ઓછા બીમાર પડે છે.

જો તમને ઓફિસના કામમાં મન નથી લાગતું અથવા તો ઓફિસમાં પ્રમોશન નથી મળી રહી તો ઓફીસના ટેબલ પર કાચબો રાખવાથી ફાયદો થાય છે. જે બાળકોને અભ્યાસમાં મન ન લાગતું હોય અને સારા માર્કસ ના આવતા હોય તો સ્ટડી ટેબલ પર કાચબો રાખવો જોઈએ. કાચબો રાખવાથી અભ્યાસમાં મન લાગે છે અને ધ્યાન ભ્રમિત થતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here