લોકો ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે દેવી દેવતાઓની મૂર્તિઓ કે તસવીરો રાખે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાનના કેટલાક વિશેષ સ્વરૂપની મૂર્તિ ઓ રાખવી સારું છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક દેવી-દેવતાઓની મૂર્તિ રાખવાની ની જગ્યાએ 5 ભગવાનની મૂર્તિ રાખો. આ પંચાયતન ના નામથી જાણવામાં આવે છે.
- ઘરમાં હંમેશા ગણેશ, વિષ્ણુ ,શિવ, સૂર્ય તેમજ મા દુર્ગાની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી મૂર્તિ દોષ ખતમ થઈ જાય છે.
- વાસ્તુ એક્સપર્ટ નીધી ખેડાના અનુસાર પૂજા સ્થાન પર ભગવાન રાખવાની દિશા પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેનાથી પંચાયતનની સ્થાપના કરતા સમયે આપણે ઈષ્ટદેવનું ધ્યાન રાખવું જોઈએ.
- લોકો ગણેશજીને પોતાના ઇષ્ટ માને છે. તેમણે સિંઘાસન ના મધ્યમાં ગજાનંદ વિરાજમાન કરવા જોઈએ. જ્યારે વિષ્ણુજીને ઈશાન કોણમાં શિવજીને અગ્નિ કોણમાં નૈઋત્ય કોણમાં સૂર્ય તેમજ વાયવ્ય કોણમાં દેવી દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ તેનાથી ઘરમાં ખુશાલી આવશે અને કાર્યોમાં આવનારી બાધાઓ દૂર થશે.
- આવી રીતે જે લોકો ગણેશજીના સિવાય બીજા ભગવાનને પોતાના ઇષ્ટ માને છે તો તેને હંમેશા સિંઘાસન ની મધ્યમાં તમારા આરાધ્યાની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી પૂજાનો બે ઘણો લાભ થશે.
- પૂજાસ્થાન પર ક્યારેય પણ વિષમ સંખ્યામાં ગણેશની મૂર્તિ ન રાખો. જેમકે એક ત્રણ કે પાંચ. આ અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે.
- ઘરમાં હંમેશા નાનું શિવલિંગ રાખો તે અંગૂઠાના કરતી વધારે મોટું ન હોવું જોઈએ. કેમ કે વધારે મોટું શિવલિંગ ઘરમાં રાખવાથી ગૃહસ્થ લોકોના મન સાંસારિક મોહ થી હટી જાય છે. વૈવાહિક જીવનમાં હલચલ પણ થઈ શકે છે.
- ઘરમાં ક્યારેય પણ નટરાજની મૂર્તિ ન રાખવી જોઈએ કેમકે તે શિવજીનો વિકરાળ રૂપ છે. તેને ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે.
- ઘરમાં ક્યારેય પણ એક ભગવાનની ઘણી બધી મૂર્તિઓ ન રાખવી જોઈએ તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. જેના ચાલતા પોતાનું ફળ મળતું નથી.
- ઘરમાં ક્યારેય પણ હનુમાનજીના વિકટ સ્વરૂપ વાળી મૂર્તિ ન રાખો તેનાથી ક્રોધ વધી શકે છે ગૃહસ્થને શ્રી રામ અને સીતા માતાની સાથે બેઠેલા હનુમાનજીની પૂજા કરવી જોઈએ.