ઘરમાં રાખી દો લક્ષ્મીજીને પ્રિય આ વસ્તુ, તેનાથી આકર્ષિત થાય છે લક્ષ્મીજી, સાત પેઢીમાં ક્યારેય નહીં ખુટે ધન

0
1916

તમે ક્યારેય એવું જાણવાનો પ્રયાસ કર્યો છે કે લક્ષ્મી માતાજીને શું પ્રિય છે? જો આ વસ્તુ તેમને અર્પણ કરવામાં આવે તો તેઓ ખુશ થઈને આપી દેશે અપાર ધન અને વૈભવ. ફક્ત એક આ ઉપાયથી તમારા ઘરની દરેક પરેશાનીઑનો અંત થઈ જશે અને ઘરમાં વૈભવ અને ઐશ્વર્ય નો ભંડાર થઈ જશે. તો ચાલો અમે તમને આજે જણાવીએ એ વસ્તુ વિશે જે લક્ષ્મી માતાજીને અતિ પ્રિય છે.

એ વસ્તુ બીજું કઈ નહીં પરંતુ શાલિગ્રામ પથ્થર છે. ઘરમાં શાલિગ્રામનો પથ્થર અવશ્ય હોવો જોઈએ. તુલસીને તો ધાર્મિક અને વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનુ ગણવામાં આવે છે. આ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ શાલિગ્રામના પથ્થરને ખૂબ જ મહત્વપૂર્ણ માનવમાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે શાલિગ્રામનો પથ્થર જો ઘરમાં હોય તો ઘરની તમામ નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.

 

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જે ઘરમાં શાલિગ્રામનો પથ્થર હોય તો તે ઘરને બધા જ તીર્થોમાં શ્રેષ્ટ ગણવામાં આવે છે. આ પથ્થરના દર્શન માત્રથી અનેક તીર્થધામો અને મંદિરોમાં દર્શન કરવા જેટલું પુણ્ય મળે છે. તુલસીના છોડની પાસે શાલિગ્રામના પથ્થરને રાખીને બંનેની સાથે પૂજા કરવામાં આવે તો ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે, કારણ કે શાલિગ્રામના પથ્થરને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવમાં આવે છે.

ઘરમાં રહેલ તુલસીના છોડની સાથે શાલિગ્રામના પથ્થરનું પણ પૂજન કરવામાં આવે તો હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે તથા લક્ષ્મીજી પણ ઘરમાં પ્રવેશ કરે છે. આ પૂજામાં શાલિગ્રામના પથ્થરને દૂધથી સ્નાન કરાવી ત્યારબાદ પાણીથી સ્નાન કરવો અને પછી તુલસી અર્પણ કરવામાં આવે તો તન, મન અને ધનની દરેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી રહે છે.

શાલિગ્રામ નેપાળની ગંડકી નદીના તટ પર મળી આવે છે. શાલિગ્રામ કાળા રંગનો ચીકણો અને ઈંડા આકારનો પથ્થર હોય છે, જેને સ્વયંભુ માનવમાં આવે છે, મતલબ કે તેના માટે પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર રહેતી નથી. કોઈપણ ઘર કે મંદિરમાં તેને સ્થાપિત કર્યા પછી તેની પૂજા કરી શકાય છે.

શાલિગ્રામ પથ્થરની પૂજા તુલસી વિના પૂર્ણ થતી નથી અને તુલસી અર્પિત કરવા પર તે પ્રસન્ન થઈ જાય છે. શાલિગ્રામ અને તુલસીના લગ્ન કરાવવાથી પાપ, દુખ અને રોગ બધુ જ ઘરમાંથી દૂર થઈ જાય છે. પૂજા દરમ્યાન શાલિગ્રામ ને ચઢાવવામાં આવેલું જળ જો કોઈ વ્યક્તિ પોતાના પર છાંટે તો ગંગામાં સ્નાન કર્યા સમાન પુણ્ય મળે છે. જે વ્યક્તિ દરરોજ શાલિગ્રામ જળ છાંટે છે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. શાલિગ્રામ પર અર્પિત કરવામાં આવેલું પ્રસાદ રૂપનું પંચામૃત સેવન કરવાથી તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળી જાય છે. આ સિવાય જે ઘરમાં શાલિગ્રામની પૂજા અર્ચના કરવામાં આવે છે તે ઘરમાથી તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે અને લક્ષ્મીજી કાયમ માટે ઘરમાં વાસ કરે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here