ઘરમાં આર્થિક તંગીનો સામનો કરતાં હોય તો આ લેખ જરૂરથી વાંચજો

0
1416

આજનાં સમયમાં દરેક વ્યક્તિ પૈસા કમાવવાની દોડ માં ભાગી રહ્યો છે. પૈસા કમાઈને પોતાની ઈચ્છા મુજબની દરેક સુખ સુવિધા ભોગવવા માંગે છે. સવાર થી લઈને સાંજ સુધી પૈસા કમાવવાની ચિંતા માં જ રહે છે. અને પૈસા કમાયા પછી એ ચિંતા માં રહે છે કે પૈસા ટકતા નથી. આ ચિંતા આજનાં જમાનમાં દરેક વ્યક્તિને સતાવી રહી છે.

પૈસાની ના ટકવાની ચિંતાથી ઘેરાયેલો માણસને જાત જાતના વિચારો સતાવે છે. વ્યક્તિ જ્યોતિષને પોતાને કુંડળી બતાવીને ગ્રહોની દશાથી આ ચિંતા માથી રાહત મેળવવાનો પ્રયાસ કરે છે. આવા સમયમાં જો વાસ્તુ શાસ્ત્રને સમજીને તેનું નિવારણ કરવામાં આવે તો ધાર્યા કામમાં સફળતા મળે છે. ઘરમાં ઝઘડાઓ, પતિ-પત્ની વચ્ચે તકરાર, પૈસાની તંગી વગેરે સમસ્યાઓના નિવારણ માટે ઘરનાં વસ્તુમાં ફેરફાર કરીને આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે.

ઘરનો દરવાજો, રૂમની દિશાઓ, ઘરમાં મંદિરની દિશા વગેરે વાસ્તુ શાસ્ત્ર મુજબ રાખીને મોટા ભાગની સમસ્યાઓ માથી રાહત મેળવી શકાય છે. પૈસાની તંગી રહેવી એ વાસ્તુ શાસ્ત્રનું કારણ છે અને તેમાથી છૂટકારો પણ મેળવી શકાય છે. તમને જણાવીએ કે કેવા પ્રકારના વાસ્તુ દોષને કારણે તમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને ઘરમાં પૈસા ટકતા નથી.

  • જો ઘરનાં ઈશાન ખૂણામાં ઓવેર હેડ ટાંકી હોય તો પૈસાની તંગી રહે છે.
  • જો ઉતર દિશાનો અક્ષ નકારાત્મક હોય તો પણ પૈસાની તંગી રહે છે.
  • જો પ્લોટ કે ઘરનાં દરવાજા પાસે વહેતું પાણી હોય અથવા તો ફૂવારો હોય તો પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
  • જો ઘરની આસપાસ ઈશાન દિશા માં અને પૂર્વ દિશામાં ઊંચા વૃક્ષો હોય તો પણ પૈસા ઘરમાં ટકતા નથી.
  • ઘર અથવા ઓફિસમાં તિજોરીની ઉપર વજન રાખવો નહીં, તિજોરી પર વજન હોવાથી પણ વાસ્તુ દોષ લાગે છે.
  • તિજોરીમાં કોઈપણ પ્રકારની લોખંડની વાસ્તુ રાખવી નહીં આવું કરવાથી પણ વાસ્તુદોષ લાગે છે.
  • ઘર અને ઓફિસમાં તિજોરી જો યોગ્ય દિશામાં ન હોય તો પણ આ સમસ્યા નડી શકે છે.

આર્થિક તંગીના કારણો દરેક વ્યક્તિના અલગ અલગ હોય છે, તેના કારણો જાણ્યા બાદ તેનો નિકાલ કરી શકાય છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here