જેન્ટલમેન પુરુષમાં હોય છે આ ૭ ખૂબીઓ, આવા પુરુષથી મહિલાઓ થાય છે આકર્ષિત

0
7295

તમે દેખાવ માં સારા છો નોકરી પણ સારી છે અને તમારો વ્યવહાર પણ સારો છે તે છતાં તમે કોઈ છોકરી સાથે ફ્રેન્ડશીપ કરવા માંગો છો તો એ ના પાડે છે. પરંતુ એ યાદ રાખવું કે તમારો મજાકીયો સ્વભાવ છોકરીઓને ઘણીવાર છોકરમત લાગે છે વાસ્તવમાં તેમને જેન્ટલમેન વધુ પસંદ હોય છે.

સભ્ય તથા સંતુલિત વ્યવહાર

કોઈપણ મહિલા સામે પોતાની છાપ પાડવા ઘણા પુરુષો અજાણતા અસફળ થાય છે. વાસ્તવમાં ઘણી મહિલાઓ પુરુષ સાથે મિત્રતા ની વાત માં મર્યાદિત સભ્ય તથા સંતુલિત વ્યવહાર મેળવવા માંગતી હોય છે.

જરા એમની પણ સાંભળવી

ઘણા છોકરાઓ ની આદત હોય છે કે છોકરી જ્યારે તેમને કંઈ કહેવા માગતી હોય ત્યારે તેમની નજર આજુ બાજુ હોય છે અથવા તો રસ્તામાં કોઈ જતા સામે કોમેન્ટ કરે છે. તો આ બધી વાતોથી બચો અને છોકરીની વાતને આરામથી સાંભળો.

આદતોને સુધારો

છોકરીઓની તમારી ઘણી આદતો પસંદ નથી હોતી જેમ કે પાન ખાઇને ગમે ત્યાં થૂંકી નાખવો, છીંક ખાતી વખતે મોઢા ઉપર હાથ ના રાખવો. આ નાની-નાની વાતો છોકરી ને તમારા વિશે ઘણું બધું જણાવી નાખે છે. આ બધી વાતોનું ધ્યાન રાખીને તમે છોકરીને પ્રભાવિત કરી શકો છો.

પ્રશંસાના પુલ ન બાંધવા

પોતાની પ્રશંસા જાતે ના કરવી. ભલે તમે સાચું કેમ ના બોલતા હોય પરંતુ છોકરીઓનો માનવું હોય છે કે પ્રશંસા બીજા કરે. એથી પોતાની પ્રશંસા કરવાથી બચવું. છોકરી સાથે વાત કરતાં સમયે પોતે ઓછું બોલવું અને તેને વધુ સાંભળવું. તેની મહત્વાકાંક્ષા શું છે તે જાણવું. તેના સપના કયા છે, તેને શું પસંદ છે, શું તેને ગુસ્સો અપાવશે.

આગળ પાછળ ફરવા થી બચવું

તમે અને પસંદ કરો છો કે સાચું છે પરંતુ તેની આગળ પાછળ ફરવું સારું નથી. છોકરીઓને આ આદત જરાય પસંદ નથી. તેમને સ્વભાવમાં ગંભીર છોકરાઓ વધુ પસંદ છે, છોકરીઓ આવા છોકરાઓને વધુ પસંદ કરે છે જેને પોતાનું આત્મ-સન્માન થી વધુ પ્રેમ હોય. જો તમે તમારી ફીલિંગ્સ એક વખત તેને જણાવી દીધી તો દરેક સમયે તેનો જવાબ ના માંગવો.

સન્માન કરવું

સ્ત્રી ને સન્માન આપવું કોઈ પણ સારા પુરુષ ની નિશાની છે. મહિલાઓ પ્રત્યેનો તમારો વ્યવહાર તમારા વિચારોને પ્રતિબંધિત કરે છે. તમે એના માટે કઈ ભાષા નો ઉપયોગ કરો છો તે ખબર પડી જાય છે કે તમે તેના માટે કેવા વિચાર રાખો છો. છોકરીઓ તેવા છોકરાઓને પસંદ નથી કરતી જે મહિલાઓ પ્રત્યે અભદ્ર વર્તન કરતા હોય.

અયોગ્ય સ્પર્શ થી બચવું

છોકરીઓને તેવા છોકરાઓ જરાય પસંદ નથી જે તેમને સ્પર્શ કરવાની કોશિશ કરતા હોય તે માટે છોકરી ની સામે સારા વ્યક્તિત્વ સાથે નજર આવવું. તમારી ગર્લફ્રેન્ડને ઈચ્છા વિરુદ્ધ સ્પર્શ ક્યારેય ના કરવો. પહેલા માનસિક અને ભાવનાત્મક રૂપથી તેની સાથે જોડાવો અને તેને સમજવું તે પછી જ આગળ વધો આ ના કરવાથી તમે કોઈ પણ છોકરી ના દિલ માં જગ્યા બનાવી શકતા નથી.

થોડી સંભાળ કરવી

છોકરાનો કેરિંગ સ્વભાવ છોકરીઓ ને તેમના પ્રત્યે આકર્ષિત કરે છે. સંભાળ કરવાની પ્રવૃત્તિથી તેમને લાગે છે કે તમે દરેક સમયે તેમની સંભાળ કરશો. સાથે તેમનો એવું પણ માનવું છે કે એક સભ્ય પુરુષ જ સંભાળ કરી શકે છે.

પોતાની આદત સુધારો

અચાનક જોર જોરથી હસવું, તાલી પાડવી, કહાવત કહેવી બીજાની ડરપોક અને પોતાની બહાદુર સાબિત કરવો. આ બધી આદતો ને પોતાના થી દુર જ રાખવી. આ બધી આદતો સારા પુરુષની નથી હોતી જો આ તો તમારામાં હશે તો કોઇ પણ છોકરી તમારી નજીક પણ નહીં આવી શકે.

વાતવાતમાં ગાળો ના આપવી

ઘણા છોકરાઓ ની વાત વાત માં ગાળો બોલવાની આદત હોય છે અને આ આદત છોકરીઓને જરાય પસંદ નથી હોતી. જો તમે છોકરી ને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો એક પરફેક્ટ પુરુષની જેમ રહો. તમારે એક સાગર ની જેમ વર્તાવ કરવો જોઈએ ના કે કોઈ નદીની જેમ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here