ગાયત્રી મંત્ર : દરરોજ આટલી વાર જપ કે ઉચ્ચારણ કરવાથી મનોકામના પૂરી કરવાની સાથે રક્ષા પણ કરે છે આ મહામંત્ર

0
14336

ઋગ્વેદમાં એક એવા મહામંત્રનો ઉલ્લેખ આવે છે કે જેને દૈનિક જીવનમાં જપ કરવાથી કે ઉચ્ચારણ કરવાથી જીવન પ્રખર તેમજ તેજમય બની જાય છે. જો કોઈ વ્યક્તિ આ મહામંત્રને જીવનનું એક અનિવાર્ય અંગ બનાવી લે તો તેના જીવનના બધા અભાવ દૂર થઈ જાય છે. તેમજ સફળતા, સમૃદ્ધિ અને સિદ્ધિનો સ્વામી પણ થઈ જાય છે. જાણો આ ગાયત્રી મંત્ર અને દિવસમાં ક્યારે ક્યારે અને ક્યાં કેટલી વખત ઉચ્ચારણ કરવો જોઈએ.

  • સવારે પથારીમાંથી ઉઠતા જ અષ્ટકર્મ ને જીતવા માટે આઠ વખત ગાયત્રી મહામંત્ર નો ઉચ્ચારણ કરવો જોઈએ.
  • સવારે સૂર્યોદયના સમયે એકાંત પૂજામાં બેસીને ત્રણ માળા કે ૧૦૮ વાર નિત્ય જપ કરવાથી વર્તમાન તેમજ ભવિષ્યની ઈચ્છાપૂર્તિ ની સાથે સદૈવ રક્ષા થાય છે.

  • ભોજન કરવાના પહેલા ત્રણ વખત ઉચ્ચારણ કરવાથી ભોજન અમૃતના સમાન થઈ જશે.
  • દરરોજ ઘરથી પહેલી વાર બહાર જતા સમયે પાંચ કે અગિયાર વાર સમૃદ્ધિ, સફળતા સિદ્ધિ અને ઉચ્ચ જીવન માટે ઉચ્ચારણ કરવો જોઈએ.
  • કોઈપણ મંદિરમાં પ્રવેશ કરવા પર ૧૨ વખત પરમાત્માના દિવ્ય ગુણોને યાદ કરતા ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ.
  • જો છીંક આવે તો તે જ સમય એક વખત ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવાથી બધા અમંગલ દૂર થઈ જાય છે.
  • રોજ રાતના સૂતા સમયે 11 વખત મનમાં ને મનમાં ગાયત્રી મંત્રનો જપ કરવાથી સાત પ્રકારના ભય દૂર થઈ જાય છે તેમજ દિવસ ભર નો બધી જ થકાન દૂર થઈ જાય અને એક સારી ઊંઘ આવી જાય છે.

ગાયત્રી મહામંત્ર અને સૂર્ય દેવતાની ઉપાસના સાધના નામ માટે પણ પ્રમુખ માનવામાં આવે છે તેથી તેનો જપ કે ઉચ્ચાર કરતાં સમયે ભાવ કરે કે, “હે પ્રભુ તમે અમારા જીવન ના દાતા છો, તમે અમારા દુઃખને દર્દના નિવારણ કરવાવાળા છો, તમે અમને સુખ અને શાંતિ પ્રદાન કરવાવાળા છો, એ સંસારના વિધાતા તમે અમને શક્તિ આપો કે અમે અમારી ઊર્જાથી શક્તિ પ્રાપ્ત કરી શકીએ અને તમારી કૃપાથી અમને બુદ્ધિની સાચી રાહ પ્રાપ્ત થવા લાગે. ગાયત્રી મહામંત્રના પ્રત્યેક શબ્દ ની વ્યાખ્યા આ મંત્રના પહેલા નવ શબ્દો ઈશ્વરના દિવ્ય ગુણો ની વ્યાખ્યા કરે છે.

ગાયત્રી મહામંત્ર

।। ॐ भूर्भुवः स्वःतत्सवितुर्वरेण्यं भर्गो देवस्यः धीमहि धियो यो नः प्रचोदयात् ।

અર્થ : આ પ્રાણસ્વરૂપ, દુઃખનાશક સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી ,પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતઃકરણથી ધારણ કરીએ તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ થી પ્રેરિત કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here