ગરુડ પુરાણ : મૃત્યુ ના ૪૭ દિવસ સુધી આત્મા સાથે થાય છે આ બધું

1
6147

કહેવાય છે કે મૃત્યુ જીવન નું પરમ સત્ય છે પરંતુ મૃત્યુ પછી નું સત્ય શુ છે તે કોઈ નથી જાણતું. મૃત્યુ પછી આત્મા સાથે શુ થાય છે, કેવી રીતે આત્મા યમલોક જાય છે એ બધા વિશે ગરુડ પુરાણ માં માહિતી આપેલી છે. આ પુરાણ માં એક કિસ્સા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ નું વાહન ગરુડ તેમને પૂછે છે કે હે શ્રી હરિ મને કહો કે મૃત્યુ ના કેટલા દિવસો પછી આત્મા યમલોક પહોંચે છે. આ વાત ના જવાબ પર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાહન ને એક એક વાત નો જવાબ આપે છે.

આજે અમે તમને ગરુડ પુરાણ મુજબ જણાવીશું કે 47 દિવસ સુધી આત્મા સાથે શુ થાય છે. તેમાં લખવા માં આવ્યું છે કે મૃત્યુ ના સમયે માણસ નો અવાજ ચાલ્યો જાય છે. જયાર થી શરીર શ્વાસ લેવાનું બંધ કરી દે છે ત્યારે થી શરીર ને એક દિવ્ય દ્રષ્ટિ મળી જાય છે. આનાથી આત્મા આખી દુનિયા ને એક સમાન જોઈ શકે છે. એ પછી આત્મા ને લાવવા માટે યમ ના દૂત આવે છે. કહેવાય છે કે આત્મા ને લેવા માટે ધરતી પર બે યમદૂત આવે છે. યમદૂત ના આવતા જ આત્મા શરીર માંથી નીકળી જાય છે. યમદૂત તેને બાંધી લે છે.

જો આત્મા પવિત્ર હોય તો પરમાત્મા નું વાહન તેને લેવા આવે છે. જો આત્મા પાપી હોય તો તેને યમલોક પહોંચીને યાતના દેવામાં આવે છે. પછી તે જ દિવસે આત્મા ને આકાશ ના રસ્તે જઈ અંતિમ વિધિ માટે મોકલવા માં આવે છે. મોત ના 12 દિવસો સુધી તે પોતાના ઘર માં રહે છે.

13 માં દિવસે જ્યારે આત્મા નું પિંડદાન થઈ જાય છે ત્યારે યમ ના દૂર ફરીથી તેને લેવા માટે આવે છે. ગરુડ પુરાણ અનુસાર જો આત્માને સ્વર્ગ મળે તો તેને સફર ખૂબ જ આસાન થઈ જાય છે પરંતુ જો આત્મા ને નર્ક મળે તો તેને વેંતરની નદી થઈ ને પસાર થવું પડે છે. વેંતરની નદી ગંગા નું રોદ્ર રૂપ છે. આત્મા ને એ નદી માં ખૂબ જ કઠિન યાતના ઓ મળે છે. ત્યાં તેને જાણે આગ માં નાખી દેવામાં આવી હોય તેટલી જલન મહેસુસ થાય છે. 47 દિવસ સુધી પાપી આત્માને અહીં ખૂબ જ પીડા આપવા મા આવે છે. 47 દિવસ પછી આત્મા ને તે નદી માંથી યમલોક લઈ જવામાં આવે છે.

આ હતો 47 દિવસ નો સફર જે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાહન ગરુડ ને કહે છે. અંતે અમે તમને એટલું જ કહીશું કે સારા કર્મો કરો અને તેનું ફળ પણ તમને એટલું જ સારું મળશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here