આર્થિક રીતે સધ્ધર અને બધી જ સુખ સગવડતા હોવા છતાં પણ યુવકે પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી, જાણો તેનું કારણ

0
861

એક ખૂબ જ હોશિયાર યુવક હતો. અભ્યાસમાં તે હંમેશા અવ્વલ જ આવતો. હોશિયાર વ્યક્તિઓને હંમેશા બહુ જ વહેલીતકે નોકરી મળી જતી હોય છે એવી રીતે આ યુવકને પણ નોકરી મળી ગઈ. ચેન્નઈમાં IIT કર્યું અને B.Tech કર્યું ત્યારબાદ અમેરિકા જઈને MBA પણ કર્યું.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરંત જ તેને નોકરી મળી ગઈ. સુંદર યુવતી સાથે લગ્ન પણ કરી લીધા અને શાનદાર ફ્લેટમાં આરામથી સુખની જિંદગી વિતાવવા લાગ્યો. તેના જીવનમાં સુખ અને માત્ર સુખ જ હતું છતાં પણ એક દિવસ તેણે પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી.

ગરબડ ક્યાં થઈ? તમને જરૂર આશ્ચર્ય સાથે સવાલ થશે કે આવું પગલું શા માટે ભર્યું? તેનું કારણ શું? આવું પગલું ભરતા પહેલા તેણે બધીજ પરિસ્થિતી સમજી વિચારીને પોતાની પત્ની સાથે ચર્ચા વિચારણા કરીને સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં આ પગલું જ શ્રેષ્ઠ છે.

તેની આ સ્યૂસાઈડ નોટ અને આ કેસને સમજવા તથા જાણવા માટે California Institute of Clinical Psychology એ “ગરબડ ક્યાં થઈ?” એ જાણવા માટે અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે કારણો મળતા ગયા.

અમેરિકામાં આવેલી ભયંકર આર્થિક મંદીના કારણે તેની નોકરી જતી રહી. ભયંકર આર્થિક મંદી હોવાના કારણે તેને બીજી નોકરી મળી નહીં. પોતાનો પગાર ઓછો કરવા છતાં પણ એક વર્ષ સુધી તેને નોકરી મળી નહીં અને મકાનના હપ્તા તથા ઘર ખર્ચ કાઢતા તે રોડ પર આવી જાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ. થોડા સમય માટે પેટ્રોલ પમ્પ પર નોકરી કરીને ઘર ચલાવવું એવું તપાસમાં જાણવા મળ્યું પણ પછી થોડા સમયમાં જ તેણે પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી.

આ કેસનો અભ્યાસ કરતાં નિષ્ણાંતોએ એવું તારણ કાઢ્યું કે, “This man was programmed for success but he was not trained how to handle failure”. મતલબ કે આ વ્યક્તિને સફળ કેવી રીતે બનવું તે જરૂર શીખવવામાં આવ્યું હતું પરંતુ અસફળતાનો સામનો કઈ રીતે કરવો તે શીખવવામાં આવ્યું નહોતું.

તેના માતા-પિતાએ તેને હંમેશા અવ્વલ કઈ રીતે આવવું તેજ શીખવાડ્યું પરંતુ જીવનમાં આવતા ચડાવ ઉતાર બતાવ્યા જ નહીં અને ફક્ત રૂમમાં બેસાડીને અભ્યાસમાં પહેલો નંબર લાવવો એજ સમજાવ્યું.

મિત્રો અત્યારના આધુનિક જીવનમાં બાળકોને શિક્ષણ જરૂરથી આપો પરંતુ જંગલ રૂપી આ દુનિયામાં કેવી રીતે ટકવું અને ચઢાવ-ઉતારમાં કેવી રીતે હિંમત રાખવી તે જરૂરથી શીખવાડજો. દરેક પરિસ્થિતિમાં ધીરજ, સહનશીલતા અને વિવેક પૂર્ણ રીતે જીવન જીવતા શીખવવું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here