ગરમીના સમયમાં તમારા મોબાઇલનું આ રીતે રાખો ધ્યાન, નહિતર થઈ શકે છે બ્લાસ્ટ

0
889

આપણે અવારનવાર મોબાઇલ બ્લાસ્ટ થવાના સમાચાર સાંભળીએ છીએ તેનું મુખ્ય કારણ ફોનની બેટરી ગરમ થવું છે, જેનાથી તે ફૂટી જાય છે. એટલા માટે જરૂરી છે કે આપણે આપણા ફોન નુ ધ્યાન રાખીએ. અને તેને બ્લાસ્ટ થવાથી બચાવીએ. આજે તમને તે વિશે જણાવીશું કે તમે તમારો ફોન બ્લાસ્ટ થવાથી બચાવી શકશો.

બીજા કોઈ ના ચાર્જરનો ઉપયોગ ના કરવો

એક વાતનું ધ્યાન હંમેશા રાખવું કે ફોનની સાથે આવેલા ચાર્જર થી જ ફોન ચાર્જ કરવો. જો તમે કોઇ બીજી કંપની ના ચાર્જર થી ફોન ચાર્જ કરો છો તો એવું પણ થાય કે તેના સાચા વોલ્ટેજ ના મળે અને તે બ્લાસ્ટ થઈ જાય તે ઉપરાંત USB Type -C પોર્ટ કે ક્વિક ચાર્જરનો ઉપયોગ કરો છો તો એ વાતનું ધ્યાન રાખવું કે ફોન બોક્સ માં મળેલા કેબલ નો ઉપયોગ કરી રહ્યા છો.

ફોન ગરમ થયા પર ચાર્જ ન કરવો

જો તમારો ફોન ચાર્જિંગ દરમિયાન ગરમ થતો હોય તો ફોન ચાર્જ ન કરવો ફોન સંપૂર્ણ રીતે ઠંડુ થઈ જાય ત્યારબાદ ચાર્જ કરવો.

સુર્યનાં તેજ કિરણોથી મોબાઇલ ને દૂર રાખવો

જો તમે મોબાઇલ ફોનથી રસ્તા ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા હોય તો તે વાતનું ધ્યાન રાખવું કે તમારા મોબાઇલ ફોન ઉપર સુરજ ના કિરણો સીધા ના પડે મોબાઈલ ફોન સુરજ ના કિરણો થી જલ્દી ગરમ થઈ જાય છે અને તેનાથી બ્લાસ્ટ થવાનો ડર વધી જાય છે.

નકામી એપ્લિકેશન ને બંધ કરવી

મોબાઈલ નો ઉપયોગ કરવા સમયે યૂઝર્સ ઘણી બધી એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખે છે. તેમાંથી ઘણી એપ્લિકેશનનો ઉપયોગ તે એક વખત કરે છે પરંતુ તે ચાલુ રહી જાય છે તેથી નકામી એપ્લિકેશન ને બંધ કરી નાખવી ઘણીવાર એપ્લિકેશન ચાલુ રહેવાથી ફોન ગરમ જલ્દી થઈ જાય છે.

બ્રાઇટનેસ વધુ ના કરવી ફાયદાકારક

મોબાઇલ ફોનની સ્ક્રીન ની લાઈટ ને ઓછી રાખવી જોઈએ. સ્ક્રીનની વધુ લાઈટથી ફોન જલ્દી ગરમ થઈ જાય છે. જો તમે કોઈ સાથે વધુ વાત કરી રહ્યા છો તો તે સમયે ફોન જલ્દી ગરમ થઇ જશે તેથી મોબાઇલ ફોનની સ્ક્રીન લાઇટને ઓછી રાખવી.

ફોન ગરમ થવા પર કવર કાઢી નાખવું

ફોન પર વાત કરતાં સમયે જો ફોન વધુ ગરમ થઈ જાય તો ફોન નું કવર તુરંત કાઢી નાખવું. મોબાઇલનું કવર કાઢી નાખવાથી તેની ઠંડો થવામાં ઓછો સમય લાગે છે. અને તે બ્લાસ્ટ થવાના ચાન્સ પણ ઓછા થઈ જાય છે.

ચાર્જિંગ કરતાં સમયે મોબાઇલ પર વાત કરવી જોઈએ નહીં

ઘણા માણસો ફોન ને ચાર્જીંગ કરવાના સમયે ફોન ઉપર વાત કરે છે પરંતુ આવું કરવાથી ફોનમાં બ્લાસ્ટ થવાના ચાન્સ ખૂબ જ વધુ હોય છે. મોબાઈલ ચાર્જ થવાના સમયે તે સીધો વીજળીના સંપર્કમાં હોય છે અને વધુ ગરમ પણ થયેલો હોય છે. અને તે સમયે ફોન પર વાત કરવાથી બ્લાસ્ટ થવાના ચાન્સ ખૂબ જ વધારે હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here