ગાઢ જંગલો અને ખરબચડા પહાડો પર એક અનોખી બાઈક ગર્ભવતી મહિલાઓ માટે સંજીવની સાબિત થઈ રહી છે. સંકટમોચન બનેલી આ એમ્બ્યુલન્સ બાઈક અબૂજમાડ ક્ષેત્રની ૫૦૦ મહિલાઓને સુરક્ષિત પ્રસરવ કરવામાં સફળતા મળી છે. યુનિસેફ દ્વારા પણ આ બાઈક એમ્બ્યુલન્સના કામની પ્રશંસા કરવામાં આવી છે. આ બાઈક એમ્બ્યુલન્સને કારણે અત્યાર સુધીમાં ઘણી માતાઓ તથા બાળકોના જીવ બચાવી લેવામાં આવ્યો છે અને હજુ પણ વધુ ને વધુ પ્રયત્નો થઇ રહ્યા છે.
આ એમ્બ્યુલન્સ જંગલના અને પહાડી ક્ષેત્રના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ખૂબ જ સારુ કાર્ય કરી રહી છે. અભય એમ્બ્યુલન્સની મદદથી માતા અને બાળ મૃત્યુ દર ઓછો કરવાની કામગીરી થઈ રહી છે અને તેમાં સફળતા પણ મળી રહી છે. આ બાઇક એમ્બ્યુલન્સને 2014માં આ જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં અહીં આ પાંચસોથી પણ વધુ મહિલાઓને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હતી.
અહીંના રહેવાસીઓ માટે આ એમ્બ્યુલન્સ સેવા વરદાનરૂપ સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં આ એમ્બ્યુલન્સ સેવા ઘણા બાળકો તથા ઘણી મહિલાઓ નો જીવ બચાવી લેવામાં આવ્યો છે. સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલો આ વિચાર ખરેખર પ્રશંસાને પાત્ર છે. ભારતના બીજા ક્ષેત્રોમાં પણ આવી જ સેવાની શરૂઆત થાય તો ઘણા લોકોના જીવ બચાવી શકાય તેમ છે.
૨૦૧૫ સુધીમાં અહિયાં ૧૦૦ થી પણ વધારે મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. 108 ની સર્વિસ આ જંગલ ના પહાડી ક્ષેત્રોમાં નથી મળી શકતી. આવી પરિસ્થિતિમાં ટ્રસ્ટ અને સ્વાસ્થ્ય વિભાગના સહયોગથી આ બાઈક એમ્બ્યુલન્સની સેવા નો પ્રારંભ કરવામાં આવેલ હતો. અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા આ બાઇકની ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને આ ભાઈ ને રસ્તા પર દોડાવવામાં આવી.
આ બાઈક એમ્બ્યુલન્સને બનાવવા માટે ફોરસ્ટ્રોક મોટરસાઇકલ માં એમ્બ્યુલન્સ બનાવવાનો 70000 જેવો ખર્ચ થયો હતો. અહીંની ભૌગોલિક પરિસ્થિતિઓને જોઈને એમ્બ્યુલન્સના ચાલકને પ્રાથમિક ચિકિત્સા અને પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !