ગાડીઓ પાછળ એમ જ નથી દોડતા કુતરાઓ, તેની પાછળ છે આ કારણ

0
4295

આ આર્ટીકલ ની શરૂઆત એક ફિલ્મી ડાયલોગ થી કરવાનું મન થાય છે! “ઇલાકા કુત્તો કા હોતા હૈ”. અહીં પૂરો ડાયલોગ નહીં જોઈએ આટલાથી જ કામ થઇ જશે. મિત્રો તમે સાયકલ ચલાવતા હશો સ્કૂટર, બાઈક કે પછી ગાડી એવું નહીં બની હોય કે તમારી પાછળ કુતરા ના પડ્યા હોય. અને તેમના થી બચવા માટે તમે પણ ઘણીવાર ગાડી તેજ ભગાવી હશે. પરંતુ તમને પણ ઘણી વાર મનમાં વિચાર આવતો હશે કે કુતરા ગાડી પાછળ ભાગે છે કેમ?

એમ તો આ સવાલના ઘણા બધા જવાબ આપવામાં આવે છે પણ બધા જ જવાબ અલગ અલગ છે. અહીં દરેક વાત કૂતરાઓની જગ્યાઓ સાથે જોડાયેલી છે. તમે એક વાત વિશે અનુમાન લગાવ્યું હશે કે કુતરા કોઈ અજાણી ગાડી કે બપોરે તડકાના સમયે કે સુમસાન જગ્યામાં દોડતા હોય છે. દિવસમાં આ ઘટના ખૂબ જ ઓછી જોવા મળે છે.

કૂતરાઓને પોતાની જગ્યા ખબર હોય છે અને પોતાની જગ્યાની દરેક ચીજવસ્તુઓ થી જાણકાર હોય છે. કૂતરાઓને સૂંઘવાની શક્તિ વધુ હોય છે. એટલા માટે તે દરેક ચીજ વસ્તુઓ ગંધથી ઓળખે છે. કુતરાઓ હંમેશા ગાડીઓના ટાયર ઉપર ટોયલેટ કરે છે. તેના પાછળનું કારણ એ છે કે એ તેનાથી પોતાની જગ્યા ઓળખે છે અને તે તેના ગંધથી જ ઓળખે છે કે તે પોતાની જગ્યાનું છે કે નહીં.

જ્યારે કોઈ ગાડી પોતાની ગલીમાં આવે ત્યારે તે ગાડી ના ટાયર માં બીજા કૂતરાઓના ટોયલેટ ની ગંધ આવતી હોય તો બીજા કુતરાઓ તેમની ગલીમાં ના આવે તે માટે તે ગાડી ની પાછળ દોડે છે અને તે ગાડી ની પાછળ છેક સુધી જાય છે.

જો કુતરાઓ બીજી વખત તે ગાડી પાછળ દોડે તો તે તમારા માટે સારુ છે અને તમને સાવચેત કરે છે. જેમકે તે ગાડી તમારા પાડોશ વાળા શર્માજી, ગુપ્તાજી કે સિંહ સાહેબની નથી. હવે ખબર પડી ઉપરથી ડાયલોગ શુ કરવા લખ્યો હતો “ઇલાકા કુત્તો કા હોતા હૈ”. ઘણીવાર કુતરાઓ એટલા માટે પણ દોડતા હોય છે તે ગાડી પાછળ કે જે ગાડી થી તેને કે તેના સાથીને ઇજા થઇ હોય કે ગાડી દ્વારા બીજું કોઈ કૂતરુ મરી ગયુ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here