આ વસ્તુના સેવનથી બાળકનું શરીર બનશે તાકાતવાન અને વજન વધશે, વિટામિન અને પ્રોટીનનો છે ખજાનો

0
757

આજકાલ નાનાં ભૂલકાં  તેમજ  બાળકોનું વજન ઓછું હોવાની વાલીઓ ફરિયાદ કરતાં હોય છે. આવાં નબળો બાંધો ધરાવતાં બાળકોને પોષણક્ષમ નેચરલી ખોરાક આપીને વજન વધારી શકાય છે. ચાલો, આજે આપણે આનાં સંદર્ભે વિગતો મેળવીએ. ૩થી૭ ની વચ્ચેની વયનાં બાળકોનું વજન ૧૨.૫ કિલોથી લઈને ૧૭.૫  વચ્ચે હોવું જોઈએ. વજન વધારવાં માટે વાલીઓએ પોતાનાં સંતાનોને એવી દવા કે ખોરાક આપવાં કે જેથી બાળકનું વજન આપોઆપ વધે.

પરંતુ એ ખ્યાલ રાખવો જોઈએ કે, ફક્ત દવાથી વજન વધશે નહીં. બાળકનો ખોરાક એવો હોવો જોઈએ કે જેમાં ફેટની સાથે શરીરને પુરતાં પ્રમાણમાં પ્રોટીન મળી શકે. જો એ બાબતમાં કાળજી રાખી હશે તો વજન કુદરતી રીતે વધશે.

આપણે વજન વધારવાં માટેનાં ઉપાયો બાબતે જોઇએ. સૌ પ્રથમ મખાના તરીકે ઓળખાતાં (નટ્સ-ફુલ) કે જે વજન વધારવાનો ઉત્તમ સ્તોત્ર ગણવામાં આવે છે તે બાળકોને જરુરીયાત અનૂસાર આપવો. જેમાં કેમિકલ્સ નો ઉપયોગ થતો નથી. મતલબ કે ઓર્ગેનિક પદ્ધતિથી ઉગે છે. મુદાની વાત એ છે કે તે દેવોનો પ્રિય ખોરાક માનવામાં આવે છે. હવન અને પૂજા પાઠમાં એ વપરાય છે. બાળકો માટે તે અત્યંત લાભદાયી છે. તેમાં પ્રોટીન, એન્ટિઓક્સિડન્ટ, વિટામીન, મિનરલ્સ ન્યુટીસીઅન્સ, ફોસ્ફરસ વગેરે તત્ત્વો હોય છે. એનાં સેવનથી કિડની અને હાડકાં મજબૂત બને છે અને શરીર તાકાતવાન બને છે.

વજન નહીં વધવાના કારણો

  • પૌષ્ટિક આહારનો અભાવ.
  • કોઇ સંતાન ખાવાં પીવામાં બેદરકાર હોય અને નખરાં કરે કે, મને ભૂખ લાગી નથી કે આ વસ્તુ પસંદ નથી. કોઇને કદાચ ભૂખ લાગતી ન પણ હોય. જેથી વજન ઘટે.
  • પેટમાં કિડા થવાનાં કારણે વજન ઘટી શકે છે.
  • બિમારીને લીધે ખોરાક લેવાતો ન હોય.

વજન વધારવાં માટે ખોરાક આપો ત્યારે બાળકનાં ટેસ્ટને પણ મહત્ત્વ આપો. ક્રીમયુક્ત દુધ જો બાળકને પસંદ ન આવે તો શેઇક, ચોકલેટ પાવડર  મિક્સ કરીને આપી શકાય. ઘી કે માખણ, દાળ – રોટલી, હલવો, સુપ કે ખીર, લીલાં શાકભાજી, મીઠી વસ્તુ, સૂજી, ઇંડા, આલુમાં કાર્બોહાઈડ્રેટ અને ઇંડામાં પ્રોટીન અધીક હોય છે. દાળનું પાણી કે રસ આપો. સુકો મેવો કે જેમાં વિટામીન પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે. એ બાળકને ભાવતી વસ્તુ હોઇ સીધી કે પાવડર અથવાં દુધ સાથે આપી શકાય.

બીજી વાત એ છે, બાળકોમાં ખોરાકની સાથે અમૂક કૂટેવો પણ જોવાં મળે છે જેમકે મોટાભાગના બાળકોમાં મોબાઇલનું વળગણ જોવાં મળે છે. તેથી ઘણાને ખોરાકમાં રૂચિ હોતી નથી જે કૂટેવને વાલી ધીમે ધીમે ઓછી કરી શકે છે. આમ, પૂરતો દ્વારા ખોરાક બાળકોનાં બાંધાનો વિકાસ કરીને વાલી તેનાં ભવિષ્યને વધું ઉજ્જ્વળ બનાવી શકે છે.

લેખસંપાદક : મહેન્દ્ર સંઘાણી – (વરિષ્ઠ પત્રકાર – સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here