ફાંસી આપતા પહેલા કેદીના કાનમાં શું કહે છે જલ્લાદ? જાણીને હેરાન થઈ જશો

0
8616

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ અપરાધીને ફાંસીની સજા મળ્યા પછી તેને ફાંસી કેવી રીતે આપવામાં આવે છે અને જલ્લાદ તેને કઈ રીતે ફાંસી આપે છે. તમને બતાવી દઈએ કે કોઈને પણ ફાંસી આપતા સમયે થોડા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જેના વગર ફાંસીની પ્રક્રિયા અધૂરી માનવમાં આવે છે. નિયમોનું પાલન કર્યા વગર ફાંસીની સજાની પ્રક્રિયા પૂરી નથી કરવામાં આવતી.

ફાંસી દેવાના નિયમોમાં, ફાંસીનું દોરડું, ફાંસી દેવાનો સમય વગેરે પ્રક્રિયા શામેલ હોય છે. તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ અપરાધીને કોર્ટમાં ફાંસીની સજા ફરમાવવામાં આવે છે ત્યારે પેન તોડી નાંખવામાં આવે છે, જે એ વાતનું પ્રતિક છે કે હવે તે વ્યક્તિનું જીવન સમાપ્ત થઈ ગયું છે.

વળી, ફાંસી આપવાના સમયે જેલ અધિક્ષક, એક્સિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જલ્લાદ અને ડોક્ટર હાજર રહે છે, તેમના સિવાય ફાંસી દેવામાં નથી આવતી. ફાંસી સવાર થયા પહેલા નથી દેવામાં આવતી. આવું એટલા માટે કરવામાં આવે છે કે સવારે જેલના કેદીઓના કામમાં બાધા ના પડે અને વહેલી સવારે ફાંસી દેવાથી તેના પરિવારના સભ્યોને અંતિમ સંસ્કાર માટે પણ સમય મળી રહે છે.

ફાંસી આપતા પહેલા કેદીને નવડાવવામાં આવે છે અને તેને નવા કપડાં પહેરાવવામાં આવે છે. ત્યારબાદ તેને ફાંસીના ગળિયા સુધી લાવવામાં આવે છે. ફાંસી આપતા પહેલા તેની આખરી ઈચ્છા પૂછવામાં આવે છે. જેમાં પરિવારના સભ્યોને મળવું, સારું જમવાનું અને અન્ય ઈચ્છાઓ સામેલ હોય છે, જે વ્યક્તિ પોતાની જિંદગી પૂરી થતાં પહેલા કરવા માંગે છે.

જે અપરાધીને ફાંસી આપવામાં આવે છે જેના છેલ્લા સમયમાં ફક્ત જલ્લાદ જ તેની સાથે હોય છે. સૌથી મુશ્કેલ કામ જલ્લાદનું હોય છે. ફાંસી આપતા પહેલા જલ્લાદ અપરાધીના કાનમાં કઈક બોલે છે ત્યારબાદ તે ચબૂતરા સાથે જોડાયેલ લીવર ખેંચી લે છે. હકીકતમાં જલ્લાદ બોલે છે કે, “હિન્દુઓને રામ રામ અમે મુસ્લિમોને સલામ, હું મારી ફરજ આગળ મજબૂર છુ. હું તમારા માટે સત્યના રસ્તા પર ચાલવાની પ્રાર્થના કરું છુ.”

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here