ફક્ત એકથી બે મિનિટમાં ગંદા દાંત આ નુસ્ખાથી બની જશે એકદમ સફેદ

0
1815

મિત્રો, તમને તમાકુ, ગુટકા કે બીજા વ્યસનો હોય અથવાં દાંત બરાબર સાફ ના કરવાથી દાંત પીળા, લાલ કે કાળાં પડી ગયાં હોય તો ગંદા દાંતને કારણે તમારી પર્સનાલિટી પર અસર પડી શકે છે. અમે આપને ગંદા દાંતને એકદમ સફેદ બનાવવાનો સચોટ ઉપાય બતાવી રહ્યાં છીએ. આનાં માટે ફક્ત ચાર વસ્તુની જરૂર પડશે. જે તમામ વસ્તુઓ ઘરમાંથી મળી રહે છે.

તો ચાલો, સૌ પ્રથમ આ ચાર વસ્તુઓની યાદી જોઇ લો. જે ચારેય વસ્તુઓનો તમે રસોડામાં ઉપયોગ કરતાં હશો.

  • મરી એટલે કે તીખાનાં સાતથી આઠ દાણા
  • કોલગેટ પેસ્ટ
  • બેકીંગ સોડા – અર્ધી ચમચી
  • લીંબુ અર્ધી ચમચી

હવે આ વસ્તુઓ લાવીને સૌ પહેલાં કાળાં મરીને ખરલમાં ઘુંટીને પાવડર બનાવો. એ પાવડરને કાચનાં નાનકડાં બાઉલમાં મુકો ત્યાર બાદ તેમાં કોલગેટ પેસ્ટ લગાવી બરાબર ઘુંટો. એ બન્ને વસ્તુ એકદમ મિક્ષ થઇ જાય તે રીતે મેળવી દો.

ત્યાર પછી અર્ધી ચમચી જેટલો બેકીંગ સોડા તેમાં ભેળવી દો. આ ત્રણેય વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય ત્યાર બાદ તેમાં અર્ધી ચમચી જેટલો લીંબુનો રસ ભેળવીને ચારેય વસ્તુને બરાબર ઘુંટી લો. આ ચારેય વસ્તુ મિક્ષ થઇ ગયાં બાદ તેને માત્ર પાંચ મિનિટ સુધી રાખી મૂકો. આ પેસ્ટનો  બે વખત ઉપયોગ કરી શકાય છે.

હવે આ પેસ્ટનો અર્ધો હિસ્સો ટુથપેસ્ટમાં લગાવી એક કે બે મિનિટ સુધી દાંત ઉપર હળવેથી ઘસો. યાદ રાખો કે, ફક્ત બે મિનિટથી વધારે સમય સુધી દાંત ઉપર ઘસવાનું નથી.

આ પ્રમાણે આ તૈયાર પેસ્ટનો બે વખત ઉપયોગ કરવાનો છે. આજ રીતે રોજ તાજી પેસ્ટ બનાવીને ઉપયોગ કરો. આ પેસ્ટ બનાવવામાં વધું સમય લાગતો નથી. અને તેમાં કોઈ સાઇડ ઇફેક્ટ નું જોખમ પણ નથી. બીલકુલ સલામત અને સરળ રીતે પેસ્ટ બનાવીને તેનું પરિણામ જુઓ. તમારાં ગંદા દાંત માત્ર બે મિનિટમાં એકદમ સફેદ – ચકચકિત બની જશે.

આ પ્રયોગમાં તમને સારો લાભ થાય તો તમે તમારાં મિત્રોને  ઉપાય Share કરી શકો છો. તો સમય ગુમાવ્યા વિનાં આજથી પ્રયોગ કરી જુઓ.  નજીવા ખર્ચે  અસરકારક પેસ્ટ બનાવી શકાય છે.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (સુરત-વરિષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here