ફેસબુક પર એક વ્યક્તિએ લખી એવી પોસ્ટ કે તેના ઘરે પૂછપરછ માટે ફેસબુકના અધિકારીઓ પહોચી ગયા

0
1234

ભારતમાં સોશિયલ મીડિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાના વિચાર અને સૂચનો અવારનવાર પોસ્ટ કરે છે. પરંતુ હાલમાં જ લોકસભાની ચૂંટણીને લઈને એક રાજનીતિક પોસ્ટ કરવી એક યુઝર માટે પરેશાનીનું કારણ બની ગઇ હતી. આ રાજનીતિક પોસ્ટ ને લઈને યુઝર ના ઘરે ફેસબુકના અધિકારીઓ પહોંચી ગયા હતા.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખવા ને કારણે એક વ્યક્તિની ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવી હતી. આ ફિઝિકલ વેરિફિકેશન તેના ઘરે જઈને ફેસબુક દ્વારા કરવામાં આવી હતી. આ વાત સાંભળવામાં ખૂબ જ અજીબો-ગરીબ લાગી રહી છે. કારણ કે કોઈપણ વ્યક્તિએ આ વાતની કલ્પના નહીં કરી હોય કે એક પોસ્ટ લઈને તેનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવશે.

આ ઘટના હાલની જ બતાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં રહેતા એક વ્યક્તિએ રાજનીતિ સાથે જોડાયેલ એક પોસ્ટ કરેલ હતી. આ પોસ્ટને લખ્યા બાદ થોડા દિવસો પછી એ વ્યક્તિના ઘરે ફેસબુકના એક અધિકારીએ ફિઝિકલ વેરિફિકેશન કરેલ હતું. એ વ્યક્તિના જણાવ્યા અનુસાર પહેલા તો તેને સમજમાં નહોતું આવી રહ્યું કે આ શું થઈ રહ્યું છે તથા શા માટે તેનો ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિને એવું લાગી રહ્યું હતું જાણે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ તેમના ઘરે આવેલી હોય.

આ રીતે કરવામાં આવ્યું વેરિફિકેશન

પોતાનું નામ જણાવ્યા વિના એ વ્યક્તિ એ ન્યુઝ એજન્સીને બતાવ્યું હતું કે ફેસબુકના અધિકારીએ ફિઝિકલ વેરીફિકેશન કરવા માટે તેમની પાસે તેમના અલગ-અલગ ડોક્યુમેન્ટ માંગેલ હતા. ડોક્યુમેન્ટ જોયા બાદ તેઓએ નક્કી કર્યું હતું કે તે રાજનૈતિક પોસ્ટ મારા દ્વારા લખવામાં આવી છે કે નહીં. એ વ્યક્તિને હજુ સુધી માનવામાં નથી આવ્યું કે ફેસબુકની એક પોસ્ટ વિશે પૂછપરછ કરવા માટે તેઓ અધિકારી ને ઘરે મોકલી શકે છે.

યુઝરની પ્રાઈવેસી નું ઉલ્લંઘન કર્યું

સાઇબર કાનૂનના વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર જો આ ઘટના સાચી છે તો ફેસબુકે યુઝરની પ્રવેશીને ઉલ્લંઘન કર્યું છે. કોઈપણ યુઝરની ફિઝિકલ વેરિફિકેશન કરવું ગેરકાનૂની છે. કોઈપણ યુઝરની ફિઝિકલ વેરિફિકેશન કરવું એ અજીત છે અને આવું કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી શકે છે. ફેસબુક ઈચ્છે તો તે યુઝરના પોસ્ટ વાળા પેજને હટાવી શકે છે અથવા તો યુઝરના એકાઉન્ટને ડિલીટ કરી શકે છે. યુઝર નો ફિઝિકલ વેરિફિકેશન કરવું એ યુઝરની પ્રાઇવેસીનું ઉલ્લંઘન કરવું છે, જો યૂઝર ઈચ્છે તો ફેસબુક ની વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here