ફેસબુકના ૮૧ હજાર વપરાશકર્તાના ડેટાની થઈ ચોરી, તમારા ડેટા સલામત છે કે નહીં જાણો.

0
588

થોડા સમયથી ફેસબુક અવાર નવાર ડેટા ચોરીના આરોપોથી ઘેરાયેલું રહ્યું છે. તેમાં પણ આ વર્ષે ફેસબુક પર ડેટા ચોરીના ઘણા આરોપો લાગ્યા છે. તેમાથી મોટા ભાગના આરોપો ફેસબુકે સ્વીકાર્યા પણ છે. ફેસબુક વપરાશકર્તાઓ ને પણ અવાર નવાર ચિંતા સતાવે છે કે ફેસબુક પર પોતાનો ડેટા સેવ છે કે નહીં.

હવે બીબીસીના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કે, ફેસબુકના ૮૧૦૦૦ વપરાશકર્તાઓના એકાઉંટ માંથી ડેટા ચોરી થયા છે. હેકર્સ આ ચોરી થયેલા ડેટાને વેચી રહ્યા છે, આ એક વપરાશકર્તાના ડેટા તેઓ ૭ રૂપિયામાં વેચી રહ્યા છે. ડેટાના વેચાણ માટે એક વેબસાઇટ પણ પબ્લીશ કરવામાં આવી છે. અને તેનું લોકેશન રશિયાનું હોવાનું કહેવામા આવે છે.

આ વર્ષમાં બીજા એક હેકર્સે પણ જાહેર કર્યું હતું કે તેની પાસે ૧૨ કરોડ વપરાશકર્તાઓની માહિતી છે જે તે વેચવા માંગે છે. બીબીસી તરફથી કામ કરતી સંસ્થા સાઇબર સિક્યુરિટી ફર્મ ડિજિટલ શેડોએ આ મામલાની તપાસ કરીને એવું જણાવ્યુ કે હેકર્સ પાસે ૧ લાખ ૭૫ હજાર વપરાશકર્તાના ઈમેલ, ફોન નંબર અને સરનામા છે, અને તેમણે આ ડેટા સરળતાથી મળી પણ ગયો કારણ કે વપરાશકર્તા પોતે જ આ બધી વિગતો ફેસબુકમાં દર્શાવે છે.

બીબીસીના રિપોર્ટ અનુસાર હેકર્સ આ બધી વિગતો, પ્રાઇવેટ મેસેજને માલવેયર વેબસાઇટ અને બ્રાઉજર એક્સટેન્શનથી મેળવે છે, જે વપરાશકર્તા માટે આ એક ખતરાની ઘંટી છે. ફેસબુક આ બધી ઘટનાની તપાસ કરી રહ્યું છે. અને તેઓ બ્રાઉજરના ઓનર સાથે વાત કરી રહ્યા છે અને જે એક્સટેન્શન માંથી ડેટા ચોરવામાં આવ્યા છે તેને પ્લૅટફૉર્મ માંથી દૂર કરવામાં આવશે.

ફેસબુક પર ડેટા ચોરીથી બચવા કોઈપણ એક્સટેન્શન ડાઉનલોડ કરતાં પહેલા તેને સારી રીતે ચેક કરી લેવું. કારણ કે, અત્યાર સુધીમાં જે પણ ડેટા ચોરી થયા છે એ બધા બ્રાઉજર એક્સટેન્શન માંથી જ ચોરી થયા છે. વપરાશકર્તા પોતાની સરળતા અને અનુકૂળતા માટે બ્રાઉજરના એક્સટેન્શનને ડાઉનલોડ કરી દે છે અને તેઓની આ ભૂલને કારણે જ ડેટા ચોરી થાય છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here