સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનું દુનિયાભરમાં સર્વર ડાઉન થઈ ગયું છે. આ વાતની આધિકારિક સૂચના ફેસબુક દ્વારા પોતાના ટ્વિટર પર આપવામાં આવી છે. ફેસબુક દ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે, “અમે જાણીએ છીએ કે તમને ફેસબુક ચલાવવામાં પરેશાની થઈ રહી છે. તેના પર કામ ચાલી રહ્યું છે અને અમે બહુ જલ્દી આ પરેશાનીને દૂર કરીશું.
ફેસબુકની સાથે શરૂઆતમાં લોકોને એવું લાગી રહ્યું હતું કે ઇન્ટરનેટના લીધે આ પરેશાની થઈ રહી છે પરંતુ બાદમાં જાણ થઈ કે ફેસબુકના સર્વરમાં કોઈ પરેશાની છે. દુનિયાભરમાં કાલે રાતના સમયે ફેસબુક ડાઉન ચાલી રહ્યું હતું. આ સમય દરમ્યાન ફેસબુક વપરાશકર્તાઓ કોઈ પોસ્ટ પર કોમેન્ટ કરી શકતા ન હતા અને લાઇક બટન પર ક્લિક થઈ શકતું ના હતું. ફેસબુકના આ ડાઉનને લીધે ફેસબુક વોલ પર કોઈપણ પ્રકારની પોસ્ટ કરી શકતી ન હતી.
બતાવવામાં આવેલ છે કે રાતના ૯:૩૦ વાગ્યાથી ફેસબુક ડાઉન ચાલી રહ્યું હતું. ઘણા વપરાશકર્તાઓની ફરિયાદ છે કે તેઓ કોઈપણ પોસ્ટ પર ઇમોજી મોકલી શકતા નથી. ફેસબુક ની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પણ રાતના સમયથી ડાઉન ચાલી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં પણ ચેટ કરી શકતું ન હતું કે ના તો કોઈ પોસ્ટ પર કોમેન્ટ કરી શકતી હતી.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપરાંત સવારથી જ ગૂગલની બધી જ સર્વિસ પણ ડાઉન છે. સવારથી જ ગૂગલની બધી જ સર્વિસ ડાઉન ચાલી રહી છે. જેના લીધે જીમેઇલ માં લોકોને મેઇલ મોકલવામાં તથા મેળવવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ફેસબુકમાં ઘણા વપરાશકર્તાઓ દ્વારા એવી પણ ફરિયાદો આવી હતી કે તેઓ ફેસબુકમાં લૉગિન પણ કરી શકાતું નથી. વપરાશકર્તાઓ દ્વારા આવી ઘણી ફરિયાદો ફેસબુકને રિપોર્ટ કરવામાં આવેલ છે. જેનો ફેસબુક તરફથી પણ કોઈ પ્રત્યુતર આવેલ નથી. ફેસબુક દ્વારા સર્વિસ ઠપ્પ થવાનું કોઈ કારણ બતાવવામાં આવેલ નથી.
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, પાછલા મહિને પણ ફેસબુકનું સર્વર ડાઉન થઈ ગયું હતું. આ દરમ્યાન વપરાશકર્તાઓ ફેસબુકની મેસેંજર એપ સર્વિસ દુનિયાભરના ઘણા દેશોમાં ઠપ્પ થઈ ગઈ હતી. અમેરિકા અને યુરોપના ઘણા વપરાશકર્તાઓએ જણાવ્યુ હતું કે આ તકલીફને લીધે તેઓ લૉગિન કરી શકતા ન હતા.