એકવાર બનાવશો તો આખું વર્ષ ખાશો, અથાણું એવું કે માર્કેટમાં મળતા અથાણાં ભૂલી જશો

0
4475

ડુંગળી નું અથાણું બનાવવા માટે સૌપ્રથમ મીડિયમ સાઇઝની ડુંગળી ને છોલી અને ઉપર નીચે બંને ભાગની ગાંઠો કાપી લેવી. આવી રીતે દરેક ડુંગળીને ચોલી અને ઉપર નીચેથી ગાંઠો કાપી લેવી. તેના પછી તેને સારી રીતે ધોઈ અને એક સ્વચ્છ કપડાંથી એકદમ સાફ લૂછી લેવી.

ત્યારબાદ ડુંગળીને હાથમાં લઇ અને ચાર ભાગમાં કાપી લેવી. પરંતુ કાપતી વખતે એટલું ધ્યાન રાખો કે ડુંગળીનો નીચેનો થોડોક ભાગ બાકી રાખવો નહી તો ડુંગળી ના પૂરા બે ટુકડા થઈ જશે. તેવી રીતે બધી ડુંગળીને ચાર ભાગમાં કાપી લેવી. ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી રાઇનું તેલ લેવું દિલ થોડું ગરમ થાય પછી તેમાં અડધી ચમચી હિંગ નાંખી અને સારી રીતે હલાવી દેવુ.

પછી તેમાં મેથીના દાણા નાખવા મેથીના દાણા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. તેના પછી તેમાં સૂકા ધાણા અડધો કપ નાખવા તેને બરાબર મિક્સ કરી અને તેમાં એક ચમચી જીરું અને એક ચમચી વરીયાળી એક ચમચી અજમો એક ચમચી સરસોં બધું મિક્સ કરીને તેને સારી રીતે હલાવી લેવું. તેની થોડીક મિનિટ માટે બરાબર શેકી લેવું.

ત્યારબાદ ગેસ બંધ કરી અને તે મસાલાને ઠંડો થવા દેવો. મસાલો ઠંડો થઈ જાય તેના પછી તે મસાલાને મિક્સરમાં લઈ અને બારીક પીસી લેવો. ત્યાર બાદ તૈયાર થયેલા પાવડરને એક બાઉલમાં લઈ લેવો. હવે આ મસાલામાં એક ચમચી હળદર અને એક ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ગરમ મસાલો 1 ચમચી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું અને તેની સાથે અડધી ચમચી હિંગ નાંખવી.

હવે તેને સારી રીતે હાથથી મિક્સ કરી લેવું. હવે બીજા બાઉલમાં તે મસાલો અડધો-અડધો એમ બે ભાગ કરી લેવા અને એક બાઉલમાં રાખેલા મસાલામાં બેથી ત્રણ ચમચી વિનેગર નાખવું અને તેને સારી રીતે મિક્સ કરવું. જો તમને મસાલો ડ્રાય લાગે તો તમે જરૂરિયાત પ્રમાણે વિનેગર મિક્સ કરી શકો છો. હવે તે મસાલા ને ડુંગળીમાં ભરવો. મસાલો ભરતા એક વાતનું ધ્યાન રાખવું કે ડુંગળી આખી રહે.

તેવી રીતે દરેક ડુંગળી માં સારી રીતે મસાલો ભરી લેવો અને પછી તે ડુંગળીમાં રાયનું તેલ ગરમ કરેલો ઉપરથી નાખવું. ત્યારબાદ તેમાં એક ચમચી રાયના કુરિયા નાખવા હવે તેને હલકા હાથથી મિક્સ કરી લેવું. ત્યારબાદ કાચની બરણીમાં વારાફરતી એક એક ડુંગળી તેમાં ભરી દેવી. પછી તેમાં વધેલું તેલ ઉપરથી નાખવું. હવે તે બરણી ને બે દિવસ માટે તડકામાં રાખવી તડકામાં રાખવાથી ડુંગળી અંદરથી બરાબર થઈ જશે.

હવે બાઉલમાં અલગથી રાખેલો મસાલો તેમાં નાખી દેવો અને મિક્સ કરી તેની સાથે રાઇનું તેલ નાખવુ. તેમાં રાઈ નું તેલ ડુંગળી ડૂબે ત્યાં સુધી નાખવુ હવે તેને ત્રણથી ચાર દિવસ સુધી તડકામાં રાખવુ. તૈયાર છે ડુંગળીનો અથાણું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here