એક હાઉસવાઇફનો બાયોડેટા, ફક્ત સ્ત્રીએ જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ જરૂરથી વાંચવું

0
1949
 • નામ – કોઈપણ રાખી દો, શું ફરક પડે છે?
 • જન્મ – દિકરી તરીકે એક અણગમો આવકાર
 • ઉમર – ૩૯ થી ઉપરની કોઈપણ ધારી લો
 • સરનામું – પહેલા પિતાનું ઘર હોય છે, વર્તમાનમાં પતિનું ઘર, ભવિષ્યના સમયમાં દીકરાનું ઘર કે પછી કદાચ ઘરડા ઘર.
 • વિશેષતાઓ – બાપની નજરથી હોશિયાર અને તેજસ્વી દિકરી, માં ની નજરથી નફકરી, સાસુની નજરથી પોતાના દિકરી જિંદગી બગાડનારી, પોતાના પતિની નજરથી જુનવાણી વિચારોવાળી, પોતાના મોટા થયેલા બાળકોની નજરથી – રહેવા દે મમ્મી, તને કઈ ખબર ના પડે, પોતાની નજરથી – ખબર જ નથી.

 • કાર્યનો અનુભવ – ઘરકામ – ૨૦ વર્ષથી, રસોડુ – ૨૦ વર્ષથી, કચરા પોતા – ૨૦ વર્ષથી, કપડાં અને વાસણ – ૨૦ વર્ષથી, ઘરના સભ્યો, મહેમાનો, સગા વ્હાલા અને પ્રસંગો સાચવવાના – ૨૦ વર્ષથી.
 • બાળકો – ૨ (તેમનો જન્મ, પાલનપોષણ, ભણતર અને વિવાહ વગેરે) જેમ કે તમને, દૂધ પાવું – ૧ વર્ષ, તેમના બાળોતિયા બદલવા – ૨ વર્ષ
 • બાળકોને ચાલતા શીખવવું, બોલતા શીખવવું, ભણતા શીખવવું, તેમની માંદગીમાં રાત આખી જાગીને સેવા કરી.
 • જરૂરિયાત – બે સમય ખાવાનું, વાર અને તહેવારે થોડા ઘણા કપડાં, દાગીના – કુટુંબનું સમાજમાં સારું ના લાગે એટલા માટે

 • અપેક્ષા – કોઈપણ પ્રકારની નહીં.
 • વળતર – કોઈપણ પ્રકારની નહીં.
 • આવક – કોઈપણ પ્રકારની નહીં.
 • બચત – કોઈપણ પ્રકારની નહીં.
 • પૈસાની જરૂરિયાત સમયે – પતિ કે દિકરા પર નિર્ભર રહેવું પડે છે અને માંગવા પડે છે, તે પણ વિગતવાર જરૂરિયાત સમજાવવી પણ જરૂરી હોય છે. અને એ પણ તેમના મૂડ હોય તો મળે અને સાથે સાથે ઘણા સવાલોનો પણ જવાબ આપવો પડે કે શું જરૂરિયાત છે, ક્યાં ઉપયોગ કરવો છે વગેરે વગેરે.
 • પોતાની તકલીફો – કોઈને પણ કહેવાની મનાઈ છે. જો કહેવામા પણ આવે તો કોઈ સાંભળતું નથી અને સાંભળે તો પણ ભૂલી જાય છે.
 • કુટુંબ અને ઘરમાં ઇજ્જત – કઈ જ નહીં, અરે એમાં શું છે? એ તો એની ફરજ છે એટલે તેણે જ કરવાનું હોય છે ને.

છતાં પણ હંમેશા ફરજિયાત પણે ચહેરો હસતો જ રાખવાનો નહિતર ઘર અને કુટુંબનું ખરાબ દેખાય અને લોકો તેને અભિમાની ના મને તે માટે. સાચે જ સ્ત્રી મહાન છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here