એક ચપટી મીઠાના ઉપયોગથી ખૂલી જશે તમારા ભાગ્યના દ્વાર, અત્યારે જ જાણી લો.

0
1329

કહેવામા આવે છે કે ખાવામાં મીઠાનું મહત્વ ખૂબ જ રહેલું છે. જો ઓછું હોય તો જમવાનું સાવ ફિક્કું લાગે છે અને વધારે હોય તો પણ સ્વાદ બગડી જાય છે. મીઠાની માત્ર બારોબાર હોવી ખૂબ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે રીતે મીઠું તમારા ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે એ રીતે તમારા જીવનને પણ મજેદાર બનાવી શકે છે.

તમે એ જાણી લો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠામાં ગજબની શક્તિ હોય છે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ભરી દે છે અને ઘરમાં સુખ અને શાંતિ વધારવાનું કામ પણ સારી રીતે કરે છે. અહિયાં અમે તમને ખોરાકમાં નહીં પરંતુ બીજી જગ્યાએ મીઠાના ઉપયોગ બતાવવા જઈ રહ્યા છીએ.

વાસ્તુ વિજ્ઞાન અનુસાર માનવમાં આવે તો શીશાના પ્યાલામાં મીઠાને ભરીને શૌચાલય અને બાથરૂમમાં રાખવામા આવે તો તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે. તેનું એક કારણ એવું પણ છે કે મીઠું અને શિશું બંને રાહુની વસ્તુઓ છે અને તેઓ રાહુની નકારાત્મક પ્રભાવને દૂર કરવાનું કામ કરે છે. રાહુ નકારાત્મક ઉર્જા અને કીટાણુઓનો પણ કારક માનવામાં આવે છે. કદાચ એજ કારણ છે કે તેમની મદદથી ઘરમાં સુખ અને શાંતિ પ્રભાવિત થાય છે.

મીઠાનો ઉપયોગ તમે કોઇની નજર ઉતારવા માટે પણ કરી શકો છો. ક્યારેય પણ તમને એવું લાગે કે તમારા પરિવારના કોઈ સદસ્યને કોઇની ખરાબ નજર લાગી ગઈ છે તો ચપટી મીઠું લઈને તેના માથા પરથી ત્રણ વખત ફેરવીને તે મીઠાને બહાર ફેંકી દો. કહેવામા આવે છે કે તેનાથી નજર દોષ બહુ જલ્દી ખતમ થઈ જાય છે.

શીશાના કોઈપણ વાસણમાં મીઠું ભરીને તમારા ઘરના કોઈ ખૂણામાં રાખી દો. કહેવામા આવે છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. રાહુ અને કેતુની દશા ચાલી રહી હોય અને મનમાં ખરાબ વિચારોનો દર પેદા થઈ રહ્યો હોય ત્યારે આ પ્રયોગ ખૂબ લાભદાયક નીવડે છે.

મીઠાને લાલ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો. આવું કરવાથી ઘરની અંદર ખરાબ તાકતો નથી પ્રવેશી શકતી. આ સિવાય વેપાર કે ધંધાના સ્થાન પર મુખ્ય દ્વાર પર આવી રીતે જ લટકાવી દેવાથી તથા તિજોરી ઉપર લટકાવવાથી ધંધામાં ઉન્નતિ થાય છે અને લાભપ્રદ માનવામાં આવે છે.

રાતે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું મેળવીને પોતાના હાથ પગ ધોવા. આ ટિપ્સની મદદથી તમારો બધો જ તણાવ દૂર થઈ જશે અને ઊંઘ પણ સારી આવશે. ફક્ત એટલુ જ નહીં પણ તેનાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવ પણ દૂર થઈ જશે.

ઘરમાં નાના નાના બાળકો હોય તો તમે અનુભવતા હશો કે તમને કોઇની ખરાબ નજર લાગવાનો ડર કાયમ સતાવતો હોય છે. બાળકો બીમાર થઈ જાય તો ઘરના દરેક સભ્યો પરેશાન થઈ જાય છે એટલે હવે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અઠવાડિયામાં એકવાર ચપટી પાણીમાં મીઠું ઉમેરીને બાળકોને અવશ્ય સ્નાન કરાવો. આવું કરવાથી તમારા બાળકો ઉપરથી નજર દોષ ઉતરી જશે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની પણ દૂર થઈ જશે.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See Frist પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

Instruction_03

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here