એક બેઘર વ્યક્તિએ માંગી મદદ તો અજાણ્યા યુવકે પીન નંબર સહિત પોતાનું ATM કાર્ડ આપી દીધું

0
517

ઇંગ્લેન્ડના ન્યૂકેસલ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટની બહાર થોડા દિવસ પહેલા એક અનોખું દ્રશ્ય જોવા મળેલ હતું. આ રેસ્ટોરન્ટ ની સામે પડેલ ટેબલ પર બેસેલા એક વ્યક્તિને ગરીબ દેખાતો એક શખ્સ મળવા આવે છે અને તેને રસીદ સહિત બેંકનું એટીએમ કાર્ડ પરત આપે છે. જાણવા મળ્યું કે કાર્ડ પરત કરનાર વ્યક્તિ કોઈ બેઘર વ્યક્તિ હતો જેણે આ વ્યક્તિ પાસેથી થોડા પૈસા માગ્યા હતા તો તેણે પોતાનું એટીએમ કાર્ડ તેના આપી અને જાતે જ પૈસા કાઢી લેવા માટે કહ્યું હતું. ત્યારબાદ એ બેઘર વ્યક્તિએ 20 પાઉન્ડ કાઢ્યા હતા અને એટીએમ કાર્ડ સ્લીપ સાથે તે યુવકને પરત કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટના ખૂબ જ વાયરલ થઇ રહી છે.

ડેલી મેલ અને મિરર ના જણાવ્યા અનુસાર જેક ફેડા નામના એક ફેસબુક યુઝરે આ ઘટનાને પોતાના પેજ પર શેર કરી હતી. જે વીડિયોમાં દેખાઇ રહ્યું હતું કે એક દાઢીવાળો શખ્સ રેસ્ટોરન્ટની સામે બેઠેલા યુવક પાસે આવે છે અને તેને બેંકનું કાર્ડ અને સ્લીપ પરત આપે છે. જેક વિશે જાણવા મળ્યું છે કે તે એક બિલ્ડર છે અને રજાઓ ગાળી રહ્યો હતો તથા આ ઘટના સમયે તે રેસ્ટોરન્ટ પાસે હાજર હતો.

તેણે જણાવ્યું હતું કે તેઓ અવારનવાર જુએ છે કે આ વિસ્તારમાં ઘણા બેઘર લોકો અહીંથી પસાર થતાં લોકો પાસે પૈસા માગે છે. તે દિવસે રેસ્ટોરન્ટમાં થોડા યુવકોનું એક ગ્રુપ બેઠેલું હતું, જ્યારે તે વ્યક્તિ આવીને તેમની પાસે છુટ્ટા પૈસા માગવા લાગ્યો. ત્યારે તેમાંના એક યુવકે કહ્યું કે તેમની પાસે અત્યારે કંઈ નથી અને પોતાનું કાર્ડ તથા પીન નંબર આપીને કહ્યું કે એટીએમમાંથી 20 પાઉન્ડ કાઢી લે.

જેક ને આ ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું, તેણે પોતાનો મોબાઈલ ફોન કાઢીને કેમેરો ઓન કરી દીધો અને આ સમગ્ર દ્રશ્ય રેકોર્ડ કરી લીધું. થોડા સમય બાદ તે બેઘર વ્યક્તિ પરત આવ્યો અને તે ભોળા ajnabi માણસને તેમનું બેન્ક એટીએમ કાર્ડ સ્લીપ સાથે પરત કર્યું. આ વીડિયોને પોસ્ટ કર્યા બાદ એક દિવસમાં દોઢ લાખથી પણ વધારે લોકોએ જોયો અને હજારો કોમેન્ટ આવી. મોટાભાગના લોકોએ કાર્ડ આપવા વાળા તથા પરત કરનાર વ્યક્તિના ખૂબ જ વખાણ કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here