દુશ્મનની ધરતી પરથી સિંહની જેમ પરત ફર્યા વિંગ કમાન્ડર અભિનંદન, સ્વાગત માટે લોકો ઉમટ્યા

0
694

ભારતીય વાયુ સેનાના સુરવીર અભિનંદનને પાકિસ્તાને ભારતને પરત સોપી દીધેલ છે. વિંગ કમાન્ડર અભિનંદન ખૂબ જ જલદી ભારતીય સીમામાં પ્રવેશ કરશે. ભારત તરફથી બનાવવામાં આવેલ દબાણ ની સામે પાકિસ્તાની ઘૂંટણિયા ટેકવી ને અભિનંદન ને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. અભિનંદન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ હવાઇ હુમલાનો જવાબ આપતા સમયે પાકિસ્તાનના કબજામાં ચાલ્યા ગયા હતા. થોડીવારમાં જ વાયુ સેનાના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે.

ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન ભારત આવી ચુક્યા છે. તેમના સ્વાગત માટે વાઘા બોર્ડર શણગારીને તૈયાર કરવામાં આવેલ છે. ઢોલ અને નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે. પાકિસ્તાન તરફથી બીટિંગ રિટ્રીટ સેરેમની સમાપ્ત થયા બાદ અભિનંદન ને સોંપવામાં આવેલ હતા. તેના પહેલા અભિનંદન નું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતું ત્યારબાદ અભિનંદનને સોંપવામાં આવેલ હતા.

વાયુસેનાના કમાન્ડર અભિનંદન ચેન્નઈના રહેવાસી છે. અભિનંદન પૂર્વ ફાઈટર પાયલોટના દીકરા છે. ફાઇટર પાઇલોટ તરીકે તેમની પહેલી ફરજ ૨૦૦૪ થી શરૂ થઈ હતી, તેમને સોળ વર્ષનો અનુભવ છે. અભિનંદન ના ભાઈ પણ ભારતીય વાયુસેનામાં પોતાની સેવા આપી ચૂકયા છે. 34 વર્ષીય વિંગ કમાન્ડર અભિનંદન નેશનલ ડિફેન્સ એકેડેમી ના છાત્ર રહી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે ૨૭ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના વિમાનને ભારતીય સીમામાંથી હટાવતા સમયે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજામાં ચાલ્યા ગયા હતા. જ્યાં પાકિસ્તાની સેના દ્વારા તેમને ગિરફતાર કરી લેવામાં આવ્યા હતા. પરંતુ ભારતે જેનેવા સંધિ અનુસાર પાકિસ્તાન પર એવું દબાણ બનાવ્યું કે ઇમરાન ખાને અભિનંદન ને મુક્ત કરવાનું એલાન કરવું પડ્યું હતું.

ભારતની આ સફળતા પર કોમેન્ટમાં જય હિન્દ જરૂરથી લખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here