દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની ચલણી નોટ પર લગાવેલ છે ભગવાન ગણેશજીનો ફોટો, જાણો તેનું કારણ

0
2086

હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ધર્મની લડાઈ થી કોઈ અજાણ નથી. પરંતુ તેમ છતાં પણ દુનિયાનો એક મુસ્લિમ દેશ એવો છે જેની ચલણી નોટ પર ગણેશજીની તસવીર છાપવામાં આવેલી છે. આ દેશનું નામ છે ઈન્ડોનેશિયા. અહિયાં જ ચલણ પણ ભારતની મુદ્રા જેટલું જ પ્રચલિત છે. અહીંયા રૂપિયાહ ચાલે છે. તમને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં અંદાજે ૮૭.૫૦% વસ્તી ઇસ્લામ ધર્મને માને છે. અહીંયા ફક્ત ૩% જ હિન્દુ વસ્તી છે. તો ચાલો જાણીએ શા માટે ત્યાં ની ચલણી નોટ પર ગણપતિજી બિરાજમાન છે.

નોટ પર છપાયેલ છે ગણેશજીની તસવીર

ઈન્ડોનેશિયાની કરન્સી ને રૂપિયાહ કહે છે. ત્યાંની ૨૦ હજારની નોટ પર ભગવાન ગણેશ નો ફોટો છે. હકીકતમાં ભગવાન ગણેશને ઇન્ડોનેશિયામાં શિક્ષા, કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે.

નોટ માં બીજું ખાસ શું છે?

ઇન્ડોનેશિયામાં ૨૦ હજારની નોટ પર સામેની બાજુએ ભગવાન ગણેશની તસ્વીર છે અને પાછળ ક્લાસરૂમની તસવીર છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ છે. સાથોસાથ નોટ પર ઈન્ડોનેશિયાના પહેલા હજર દેવાંત્રા ની પણ તસ્વીર છે. દેવંત્રા ઇન્ડોનેશિયાની આઝાદીના નાયક રહેલા હતા.

એક કારણ આ પણ છે

કહેવામાં આવે છે કે થોડા સમય વર્ષો પહેલા ઇન્ડોનેશિયા ની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે ડગમગી હતી. ત્યાંના રાષ્ટ્રીય આર્થિક ચિંતકોએ ઘણો વિચાર કર્યા બાદ ૨૦ હજારની એક નવી નોટ રજુ કરેલ હતી, જેના પર ભગવાન ગણેશની તસ્વીર ને છાપવામાં આવી. લોકોનું માનવું છે કે આ કારણથી હવે ત્યાં અર્થ વ્યવસ્થા મજબૂત છે.

અર્જુન અને શ્રીકૃષ્ણ ની પણ લાગેલી છે મૂર્તિ

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દેશમાં ભગવાન ગણેશ જ નહીં પરંતુ ઇન્ડોનેશિયન આર્મીના મેસ્કોટ હનુમાનજી છે. ઇન્ડોનેશિયાના એક પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર અર્જુન અને શ્રી કૃષ્ણની મૂર્તિ પણ લગાવવામાં આવેલ છે. તમે તસવીરમાં કૃષ્ણ અને અર્જુનની મૂર્તિને જોઈ શકો છો, સાથે ઘટોત્કચની પ્રતિમા પણ સ્થાપિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here