દુકાનદાર વગર પણ થઈ રહ્યો છે દુકાનમાં વેપાર, પૈસાને લઇને પણ નથી થતી કોઇ સમસ્યા

0
448

કોઈપણ દુકાન દુકાનદારનુ હોવુ સ્વાભાવિક છે. કેમકે દુકાનદાર વગર દુકાન ની દેખરેખ નથી થઈ શકતી. આજે અમે તમને જે દુકાન વિશે જણાવવા માગીએ છીએ ત્યાં તે દુકાનમાં કોઈ દુકાનદાર નથી. અહીં આવવા વાળા ગ્રાહક પોતાની મરજીથી સામાન ખરીદે છે.

કેરળ ના કન્નુર મા આવેલી આ દુકાનની વાત જ અલગ છે. આ દુકાનમાં કોઈ નથી રહેતું અહીં ગ્રાહક આવીને પોતાની રીતે સામાન ખરીદે છે અને જે પૈસા થાય તે દુકાનમાં રાખેલા બોક્સમાં મૂકી દે છે. હવે તમે વિચારશો કે આવી દુકાન ખોલવા પાછળનું કારણ શું છે? દુકાનથી શું કોઈ દિવસ સામાન્ય ચોરી નથી થતો? જો દુકાનમાં કોઈ નથી તો બોક્સ રાખેલા પૈસા કોની પાસે જાય છે? આ બધી વાતોનો જવાબ અહીં તમને જણાવીશું.

આ વર્ષે જાન્યુઆરી કેરળમાં કન્નુર સ્થિતિ Vankulathuvayal જગ્યા પર આ દુકાનની શરૂઆત કરવામાં આવી છે. આ દુકાનની જનશક્તિ નામની એક સંસ્થા ચલાવે છે. દુકાને દરેક વસ્તુઓનું નિર્માણ દિવ્યાંગ કરે છે. વેચાણ દરમિયાન તેમને જે કંઈ પણ પૈસા મળે છે તે દિવ્યાંગ લોકોની મદદમાં કરે છે. સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આ દુકાન ખુલ્લી રહે છે. તે દરમિયાન અહીં કોઈ પણ ગરબડી ના થાય તે માટે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે.

તેની સાથે-સાથે આજુબાજુના શાકભાજી વેચવા વાળા પણ તે દુકાન પર નજર રાખે છે. દુકાનના દરવાજા પર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેની ઉપર લખ્યું છે કે અહીં કોઈ દુકાનદાર નથી અને તમે તમારા મનથી જે જોઈએ તે ખરીદી શકો છો અને જે કંઈ પણ પૈસા થાય કે અહીં રાખેલા બોક્સમાં મૂકી દેવા.

અત્યારે આ દુકાને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે, કેમકે બધા સામાન પણ ખરીદે છે અને પૈસાને લઇને પણ કોઈ સમસ્યા હજુ સુધી જોવા નથી મળી. આ દુકાન નો સામાન ખરીદે છે અને પૈસા પણ પુરા બોક્ષમાં મૂકીને જાય છે. દુકાને સફળતા જોઇને જનશક્તિ ટ્રસ્ટ ના સંસ્થાપક સુગુનન પી એમ જણાવી કે ભવિષ્યમાં આવી ઘણી દુકાનો ચાલુ કરી શકાય.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here