દૂધી નાં આવા ફાયદાઓની તમને ખબર નહિ હોય

0
1455

“જે ખાઈ દુધી એને આવે બુદ્ધિ ”
– કોલેરા થતા 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ધીરે ધીરે પીઓ. આનાથી મૂત્ર સારુ આવે છે.
– દૂધી શ્લેષમા રહિત આહાર છે. તેમા ખનિજ લવણ સારા પ્રમાણમાં મળી આવે છે.

– ખાંસી, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી ખૂબ જ ઉપયોગી હોય છે.  હૃદય રોગમાં ખાસ કરીને ભોજન પછી એક કપ દૂધીના રસમાં થોડા કાળા મરીનો પાવડર અને ફુદીનો નાખીને પીવાથી હ્રદય રોગ જલ્દી ઠીક થઈ જાય છે.
– દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે,  જેને કારણે આ કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી પેશાબ ખૂબ આવે છે.
– દૂધીના બીજનુ તેલ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હ્રદયને શક્તિ આપે છે.  આ રક્તની નાડીયોને પણ સ્વસ્થ બનાવે છે.
– દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો,  હાઈ બીપી, હ્રદયરોગ, ડાયાબિટિશ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.
– ચાંદા(અલ્સર) પડ્યા હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે.

– દૂધીના રસને સીસમના તેલ સાથે મિક્સ કરી પગના તળિયે માલિશ કરવાથી સુખપૂર્વક ઉંઘ આવે છે.

– જો તમને એસીડીટી, પેટની બીમારીઓ અને અલ્સરથી પરેશાન હોય તો ગભરાશો નહી,  બસ દૂધીનો રસ પીવો તરત રાહત મળશે.

– ફક્ત દૂધીનુ શાક ખાવાથી જૂનામાં જૂની કબજિયાત મટી જાય છે.

– દૂધી મગજની ગરમીને દૂર કરે છે.  દૂધીનુ રાયતુ જાડાંમાં રાહત આપે છે.

– દૂધીના પાનને વાટીને તેનો લેપ લગાવવાથી થોડા જ દિવસોમાં બવાસીર નષ્ટ થાય છે.

– દૂધીના છાલટાથી ચેહરો સાફ કરવાથી ચેહરાની ગંદકી દૂર થાય છે. ત્વચાના રોમ છિદ્રો ખૂલી જાય છે.

ચેહરા પર ખીલ હોય તો દૂધીના રસમાં લીંબુનો રસ મિક્સ કરી તેના પર લગાવો જરૂર રાહત મળશે.

– દૂધીના બીજને વાટીને હોઠ પર લગાવવાથી હોઠ અને જીભ પર થયેલા ચાંદા મટી જાય છે.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (સુરત)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here