ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન એપ્લાઈ કેવી રીતે કરશો? કેટલી છે તેની ફી?

0
1710

ભારતમાં ઘણા બધા લોકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી હોતું અને તેની કિંમત ત્યારે સમજ માં આવે છે જ્યારે તેમને કોઈ ટ્રાફિક પોલીસ પકડે છે. ત્યારે સમજમાં આવે છે કે સારું હોત  ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી લીધુ હોત. ઘણી વખત આપણે ઝંઝટ ના કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા નથી જઈ શકતા. પરંતુ શું તમને ખબર છે કે તમે વીના લાઈસન્સ કઢાવી શકો છો.  ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન આવેદન કેવી રીતે કરીએ એ વાતની જાણકારી તમે આર્ટીકલમાં જાણવા મળશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન આવેદન કેવી રીતે કરવુ ?

ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે તમે Saarthi વેબસાઈટ પર જઈને આવેદન કરી શકો છો. આ વેબસાઈટ ઉપર જઈને તમે બિહાર, છતીસગઢ, દાદરા અને નગર હવેલી દમન અને દિવ, ગોવા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, મણિપુર, મેઘાલય, યુપી, પશ્ચિમ બંગાળ, દિલ્હીના લોકો એપ્લાય કરી શકે છે. બીજી બાજુ જો તમે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવા ઈચ્છો છો તેની પરિવહન વેબસાઈટ પર જાવ. અહીં તમે ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી શકો છો.

લર્નર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કેવી રીતે કરવું

સૌથી પહેલા તમે લાયસન્સ  બનાવો છો તો તમને લર્નર લાયસન્સ જ દેવામાં આવે છે.  તેના માટે તમારે તેની વેબસાઈટ પર જઈને માંગવામાં આવેલી જાણકારી ભરવાની હોય છે અને તેને ઓનલાઇન સબમીટ કરવાનો હોય છે. તેના પછી તમને પેમેન્ટ નો સમય આપવામાં આવશે એ સમયે તમારે તમારા ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો છે. જો તમે તેમાં પાસ થયા તો તમને લાઇસન્સ દેવામાં આવશે.

લાઈસન્સ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • ચુંટણીકાર્ડ
 • SSCનુ રિઝલ્ટ
 • LIC પોલિસી
 • પાસપોર્ટ
 • જન્મ દાખલો

સરનામાં માટે આમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ દેવો જરૂરી છે

 • LIC પોલિસી
 • ચૂંટણી કાર્ડ
 • પાસપોર્ટ
 • સરકારી પે સ્લીપ
 • પેન્શન પાસબુક
 • ઓમર્સ લાઇસન્સ
 • કેન્દ્ર કે રાજ્ય સરકાર નું આપેલું આઇડી કાર્ડ

લર્નર લાયસન્સ થી પરમેનેન્ટ લાયસન્સ કેવી રીતે બનાવવુ

લર્નર લાયસન્સ કેટલાક મહિના માટે જ હોય છે. જ્યારે તમને લાયસન્સ દેવામાં આવે છે તો કહેવામાં આવે છે કે આ આટલા મહિના માટે જ વેલીડ છે. તેના એક્સ્પાયર હોવાના પહેલા તમે પરમેનેન્ટ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો. પરમીનેન્ટ લાયસન્સ માટે પણ તમારી તે જ વેબસાઇટ પર એપ્લાય કરવાનું છે. જેના ઉપર તમે લર્નર લાઇસન્સ માટે એપ્લાય કર્યો હતો.

ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ખૂબ જ આસાન કામ છે અને તે તમારે સસ્તું પણ પડે છે. લાયસન્સ માટે તમારે માત્ર ૨૦૦ રૂપિયા નો ખર્ચ થાય છે. જો તમે કોઇ એજન્ટ દ્વારા લાયસન્સ બનાવો છો તો તમારે ઓછામાં ઓછા ૧૫૦૦ રૂપિયા દેવા પડે છે. એમાં પણ એ નક્કી નથી હોતું કે તમારૂ લાયસન્સ બની જશે તેથી એકવાર ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી ને જરૂર જુઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here