વિદેશમાં ડોક્ટર બનવાનું સપનું છોડી આર્મી ઓફિસર બની પૂર્વ મુખ્યમંત્રીની દિકરી, શેયર જરૂર કરજો

0
2065

લોકોએ કદાચ એવું ક્યારેય સાંભળ્યું જ નહીં હોય કે કોઈ નેતા નો દીકરો કે દીકરી સૈન્યમાં ભરતી થયા હોય. પરંતુ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ રમેશ પોખરીયાલ ની દીકરી અધિકારી બની ગઈ છે. તેમની દીકરી ની ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં રમેશ પોખરિયાલ પોતાની દીકરીને સ્ટાર લગાવી રહ્યા છે. જોકે રમેશ પોખરિયાલ એ આ ફોટો ને શેર કરતા જણાવ્યું હતું કે તેમની દિકરી ઉત્તરાખંડની સૈન્ય પરંપરાને જાળવી રાખતા વિધિવત રૂપથી સેનામાં ભરતી થઈ હતી.

રમેશ પોખરિયાલ દ્વારા ફેસબુક પોસ્ટમાં જણાવવામાં આવેલ હતું કે, “હું ખૂબ જ ગૌરવ મહેસૂસ કરી રહ્યો છું, તમને બધાને જણાવતા મને આનંદ થાય છે કે મારી દીકરી ઉત્તરાખંડની પરંપરાને જાળવી રાખતા વિધિ સેનામાં આર્મી મેડિકલ કોરમાં સામેલ થયેલ છે. મને ખુશી છે કે શિવજીએ હિમાલયન મેડિકલ કોલેજ થી એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરીને સેના માં જઈને દેશની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો.

તેઓ આગળ લખતા જણાવે છે કે આજે દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં પુરુષોથી પાછળ નથી અને આપણો પણ ફરજ બને છે કે આપણે પોતાની દીકરીઓને દીકરા બરાબર શિક્ષણ આપવાનું કાર્ય કરીએ. તેમને આ ટ્વિટ બાદ હજારો લોકોએ તેઓને અભિનંદન સંદેશ આપ્યો હતો. વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહે પણ રમેશ પોખરિયાલ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે શનિવારના દિવસે કમાંડેંટ અને પરિવારના સદસ્યોની હાજરીમાં રમેશ પોખરિયાલ ની દીકરી સેનામાં જોડાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમ મિલિટરી હોસ્પિટલના સભાગૃહમાં આયોજિત કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પિતા રમેશ પોખરિયાલ દ્વારા દીકરીને સ્ટાર લગાડીને કેપ્ટનના રૂપમાં સન્માનિત કરવામાં આવી હતી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here