દિવાળી પર ગિફ્ટમાં કાર આપનાર સવજીભાઇ ધોળકિયાના દિકરાની આવી છે લાઇફ સ્ટાઇલ

0
1414

દિવાળી આવતાની સાથે દેશભરના દરેક કર્મચારી એ જ વિચારે છે કે અમારા બોસ પણ કાશ સવજીભાઈ ધોળકિયા જેવા હોત. સાવજીભાઈ ગુજરાતના મશહૂર હીરા વેપારી છે ત્રણ ચાર હજાર કરોડ રૂપિયાથી વધારે હીરાનો કારોબાર સંભાળે છે. સવજી હરી ક્રિષ્ના એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચેરમેન છે.

જેમણે આ દિવાળી પોતાના 600 કર્મચારીઓને કાર ગીફ્ટમાં આપી. તમે એ પણ જાણવા માગતા હશો કે અમીર માણસો ના છોકરાઓ ની લાઈફ કેવી હોય છે. એટલા માટે અમે સવજી ધોળકિયાના દિકરા દ્રવ્ય ધોળકિયાનું ઇનસ્ટાગ્રામ જોયું તો તેના તેની લાઈફ સ્ટાઈલ ની ઘણી તસવીરો મળી.

ઇનસ્ટાગ્રામ પર છે ૪૦ હજારથી વધુ ફોલોવર

દ્રવ્ય ધોળકિયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઓછા ફોટોસ શેર કરે છે. તેમણે 31 પોસ્ટ શેર કરી છે. અને તેમના 40k થી વધુ ફોલોઅર્સ છે તેમની લાઇફ સ્ટાઇલ ની ઘણી તસવીરો છે અને એ જોઈને લાગે છે કે દ્રવ્ય ખૂબ જ રોમાંચક ના વધુ શોખીન છે.

ન્યૂયોર્કમાં રહીને કર્યું એમ.બી.એ નું ભણતર

દ્રવ્ય ધોળકિયા ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટી થી એમબીએ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ખૂબ જ પૈસાવાળા હોવા છતાં તે એક સામાન્ય માણસ છે.

પોતાના બિઝનેસમાં જોઈન્ટ નહોતા કર્યા

એમબીએ કમ્પ્લીટ કર્યા પછી દ્રવ્ય ન્યુયોર્ક થી સુરત આવ્યા હતા ત્યારે તેમના પિતાએ તેમને ફેમિલી બિઝનેસમાં દાખલ કરતા પહેલા ફ્રેશર ની જેમ જોબ કરવાનું કહ્યું હતું.

બીપીઓમાં કરી હતી પહેલી નોકરી

દ્રવ્ય ની પહેલી નોકરી એક BPO માં મળી હતી. જેનું કામ અમેરિકી કંપની થી સોલર પેનલ વેચવાનું હતું. પરંતુ એક અઠવાડિયામાં પગાર લીધા વગર તે જોબ મૂકી દીધી હતી. આવું તેમણે  પિતાની શરત ઉપર કર્યું હતું.

પહેલા હતો ચપ્પલ ખરીદવાનો શોખ

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમને શુઝ ખરીદવાનો ખુબ જ શોખ હતો. પરંતુ પિતા સાથેની ટ્રેનિંગ પછી તેમને એ બધું સામાન્ય લાગતો. તેમને એવું લાગતું કે તેમના બધા શોખ બેકાર છે.

પુત્રને મોકલ્યો હતો વનવાસ પર

એક સમય એવો પણ હતો જ્યારે પિતા સવજી ધોળકિયા એ દ્રવ્ય ધોળકિયા ની એક મહિનો સાધારણ જીવન જીવવા અને સાધારણ નોકરી કરવા માટે કહ્યું હતું. તેમણે ત્રણ જોડી કપડાં અને 7000 રૂપિયા સાથે કોચીમાં એક મહિનો પસાર કર્યો. તે ઉપરાંત પિતાએ દરેક અઠવાડિયે એક નવી જગ્યા પર નોકરી કરવાની શરત મૂકી હતી. સાવજી કહેતા હતા કે તે જિંદગીની સમજે અને જુએ કે ખરાબ માણસો કેવી રીતે પૈસા કમાવવા માટે સંઘર્ષ કરે છે. કોઈપણ યુનિવર્સિટી તમે જીવનની આ વાતો નથી શીખવાડી શકતી. એ બસ જિંદગીના અનુભવ થી જ શીખવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here