દિવાળી નાં સમયમાં કરો આ મંત્રનો ઉચ્ચાર થઈ જશો માલામાલ

0
921

સ્વસ્તિક એટલેકે સાથીયાની આપણે શુભ પ્રસંગે પૂજા કરીએ છીએ. તમને કદાચ ખબર હશે કે, સ્વસ્તિક માત્ર હિન્દુ સમાજ નહીં પણ જૈન અને બૌદ્ધ ધર્મમાં પૂજ્ય મનાય છે.  દિપાવલી સહિત દરેક માંગલિક અવસર પર સ્વસ્તિક દોરવાની પ્રથાને આપણે અનુસરીએ છીએ.

એવું માનવામાં આવે છે કે, સ્વસ્તિક પ્રતિકનું નિર્માણ અતિ પ્રાચીન સમયે થયું હતું. ધારી (ગીર)સ્થિત હવેલીનાં મારાં મિત્ર મુખ્યાજી વિનુભાઇ મહેતાએ  સ્વસ્તિકનું મહત્વ સમજાવ્યું હતું જે તેમનાં શબ્દોમાં પ્રસ્તુત કરું છું.

“ભગવાન વિષ્ણુનાં ચાર હાથ ( ચાર ભુજા) આપણાં શાસ્ત્રમાં દર્શાવેલ છે જેનાં પ્રતિકરૂપ સ્વસ્તિક એટલેકે, સ્વસ્તિ ભાવનામાં મનુષ્ય અને વિશ્વનો વિકાસ સમાયેલો છે. જૈન- બૌદ્ધ ધર્મ સિવાય પણ જર્મન જેવાં દેશોમાં સ્વસ્તિક ચીન્હનો ઉપયોગ થતો આવ્યો છે.  દિવ્ય આભામંડળ ( ડિવાઇન ઓરા) તરીકે ઓળખાતું સ્વરૂપ એટલે સ્વસ્તિક. જે ઉભી- આડી રેખાથી + પ્લસ  મતલબ ચારે દિશાએ ૯૦ અંશનો ખૂણો બનાવે છે આમ એ ચાર દિશાનાં પ્રતિકરૂપ ધનચિન્હ દર્શાવે છે. એટલા માટે એ દરેક વ્રત, પર્વ, પુજા-પાઠ વગેરે વખતે સિંદુર – કંકુ- અબીલ – ગુલાલથી બનાવવામાં આવે છે.

 

આપણાં વેદ પુરાણમાં ઋષિ – મુનિઓએ સ્વસ્તિકનું આ રીતે મહત્ત્વ સમજાવ્યું છે.

ओम आयुष्यमते स्वस्ति, ओम आयुष्यमते स्वस्ति, ओम आयुष्यमते स्वस्ति।

ओम स्वस्तिना न इन्द्रो वृद्रश्रवा : स्वस्तिन: पूषा विश्ववेदा :।

स्वस्ति नस्ताक्ष्र्यो अरिष्टनेमि: स्वसितोनो बृहस्पतिर्दधातु ।।

( નોંધ – શ્લોકપઠનનાં ટાઇપ કરતી વખતે કદાચ ભૂલ થઈ હોયતો ક્ષમ્ય ગણીને શુદ્ધ ઉચ્ચાર માટે સાધકે જાણકારનો સહારો લેવો)

આ મંત્રમાં સ્વસ્તિની ચારભુજામાં વિદ્યમાન પ્રતિકરૂપે ચાર દેવતાની માનવકલ્યાણ હેતુથી પ્રાર્થના કરવામાં આવી છે. એ ઈન્દ્રરાજ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરો, અનિષ્ટનો નાશ કરો, ચક્ર સમાન શક્તિશાળી ગરૂડ અને બુદ્ધિનાં સ્વામિ બૃહસ્પતિ અમારૂં ભલું કરો એવી ભાવના સાથે આરાધના કરવામાં આવે છે. જન્મકુંડળી, નામકરણ, જમીન-મકાન વાસ્તુ જેવી કોઈ પણ વિધી વખતે સ્વસ્તિકને મહત્વ અપાય છે.”

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here