સામાન્ય રીતે તો ઈશ્વરને કોઈપણ વ્યક્તિએ નથી જોયા. પરંતુ કહેવામાં આવે છે કે ભગવાન પોતાના અસ્તિત્વનો અહેસાસ કોઈપણ જગ્યાએ, ક્યારેય પણ અને કોઈપણ રીતે કરાવી શકે છે. લોકોનું માનવું છે કે સાચા હૃદયથી માંગેલી દુઆ ભગવાન જરૂર પૂરી કરે છે. જાણકારોનું માનીએ તો આખા દિવસમાં એક મિનિટ એવી આવે છે જ્યારે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે.
એ સમયમાં મનુષ્ય જે કંઈ પણ માંગે તે તેને મળી શકે છે. આ સમયને અથવા તો આ મિનિટ ને ગોલ્ડન મિનિટ નામથી ઓળખવામાં આવે છે. પરંતુ ક્યારે આવે છે આ ગોલ્ડન મિનિટ? આખા દિવસમાં કયો સમય હોય છે જ્યારે આપણી ઇચ્છા પૂરી કરી શકીએ છીએ? તો ચાલો જાણીએ.
કેવી રીતે કરવી ગોલ્ડન મિનિટ ની ગણના
ગોલ્ડન મિનિટની કેલ્ક્યુલેટ કરવા માટે મહિના અને દિવસને ધ્યાનમાં રાખવાના હોય છે. ઉદાહરણ તરીકે માની લો કે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને ૨૧ તારીખ છે. તેના આધાર પર ગોલ્ડન મિનિટ 21:07 a.m. અને p.m. થશે. ૨૧ કે જે તારીખ છે અને જુલાઈ એટલે કે સાતમો મહિનો છે, તો તમારો ગોલ્ડન સમય નવ વાગ્યા ને સાત મિનિટ થયો.
ચાલો ઉદાહરણ તરીકે અન્ય એક દાખલો લઈએ. અત્યારે મે મહિનો ચાલી રહેલ છે અને આજની તારીખ છે ૧૨. તો આજની ગોલ્ડન મિનિટ 12:05 a.m. અને p.m. થાય. મતલબ કે આજની તારીખ ૧૨ છે અને મે પાંચમો મહિનો છે. આ આધાર પર ગોલ્ડન મિનિટ બાર વાગ્યા ને પાંચ મિનિટ પર થશે.
પરંતુ યાદ રાખો કે 25 થી 31 તારીખ વચ્ચે આવું નથી કરવાનું. આ તારીખ પર આપણે સૌએ ઊલટી ગણતરી કરવાની છે. માની લો કે જો તમે ૨૮ ઓગસ્ટ ની ગોલ્ડન મિનિટ જાણવા માંગો છો તો તમારે તેનું ઉલટું કરવાનું રહેશે. અત્યાર સુધી આપણે તારીખ ને પહેલા અને મહિનાને બાદમાં ગણતા હતા. પરંતુ હવે મહિનાને પહેલા અને તારીખ ને બાદમાં કરી દેવાની છે. તો 28 ઓગસ્ટની ગોલ્ડન મિનિટ 08:28 a.m. અને p.m. થશે. આ પ્રકારે બાકીના પણ ગોલ્ડન મિનિટ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો.
તો રાહ શેની જુઓ છો? જો તમે પણ ભગવાન સુધી પહોંચાડવા માંગો છો પોતાની ઈચ્છાઓ તો આજથી જ શરૂ કરી દો તમારી ગોલ્ડન મિનિટ કેલ્ક્યુલેટ કરવાનું.