દિકરીઓના ભરણપોષણ માટે આ મહિલા ચલાવે છે બસ, જાણો તેનું કારણ અને શેયર કરો આ મહિલાની હિંમતને

0
1651

ભારત દેશમાં તમે પુરૂષોને બસ ચલાવતા તો જોયા હશે પરંતુ કોઈ સ્ત્રીને બસ ચલાવતા નહીં જોઈ હોય. શહેરોમાં જો કોઈ સ્ત્રીને બસ ચલાવતા જોઈ પણ જાય તો અચરજ પામે છે. કોલકતમાં પણ આવી જ ચર્ચા પ્રતિમા પોદ્દાર વિશે કરવામાં આવે છે. પ્રતિમા પોદ્દાર કોલકાતાની એકમાત્ર મહિલા ડ્રાઇવર છે. એ નિમિતા હાવડા પર દરરોજના બે થી ત્રણ ચક્કર લગાવે છે. પાછલા 6 વર્ષમાં પ્રતિમા દ્વારા એકપણ એક્સિડેંટ નથી થયું.

પ્રતિમા પહેલા તેમના પતિ ડ્રાઇવર હતા. પરંતુ એક દુર્ઘટનામાં તેમની ડ્રાઇવિંગ કરવાની ક્ષમતા છીનવાઇ ગઈ. સાથે જ ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી પ્રતિમાના માટે આવી પડી. જો કે પ્રતિમા પહેલેથી જ ડ્રાઇવિંગનું જ્ઞાન ધરાવતી હતી. તે એક એમ્બ્યુલન્સ ચાલક હતી પરંતુ પતિના અકસ્માત બાદ તે બસ ચલાવવા લાગી. અત્યારે તે સવારે સદા ત્રણ વાગે ઘરેથી નીકળી જાય છે.

પ્રતિમા કહે છે કે, હવે મારા પતિ બસ નથી ચલાવી શકતા એટલે મે બસ ચલાવવાની જવાબદારી ઉઠાવી લીધી છે અને તે વાત પર મને ગર્વ પણ છે કે અત્યાર સુધી મારાથી કોઈ એક્સિડેંટ પણ નથી થયું. હું બીજા પુરુષ ડ્રાઇવરની જેમ જ બસ જડપથી ચલાવી શકું છુ પરંતુ હું સુરક્ષાનું પૂરેપુરું ધ્યાન રાખું છુ.

પ્રતિમાને પોતાને શરૂઆતમાં ડ્રાઇવિંગ કરવાનું વિચારવામાં પણ થોડું અજીબ લાગતું હતું. પરંતુ પતિના એક્સિડેંટ પછી તેમના પાસે કોઈ વિકલ્પ બચેલો નહોતો કેમ કે બસની લોન ચૂકવવાની હતી. આવી પરિસ્થિતિમાં પ્રતિમાએ નિર્ણય કર્યો કે તે એમ્બ્યુલન્સ છોડીને હવે બસ ચલાવશે.

જો કે પ્રતિમાએ જણાવ્યુ હતું કે તેનો શોખ ડ્રાઇવિંગ કરવાનો હતો પરંતુ તેણે ક્યારેય પણ રોજગાર સ્વરૂપે તેને અપનાવવાનું વિચાર્યું નહોતું. પતિના એક્સિડેંટ પહેલા થોડા દિવસ માટે પ્રતિમાએ કંડક્ટર તરીકે પણ કામ કરેલું હતું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here