દિકરી સાકર જેવી હોય અને વહુ મીઠા જેવી હોય

0
1423

આપણાં સમાજમાં સાસુ વહુના સંબંધો કેવા હોય છે એ તો સૌ કોઈ જાણે જ છે. પરંતુ દરેક સાસુ વહુ વચ્ચે સંબંધો સુમધુર ના હોય એવું નથી હોતું. દરેક સાસુ પ્રયત્ન કરે જ છે કે પોતાની વહુને દીકરીની જેમ સાચવે અને દરેક વહુ પણ એવું ઈચ્છે છે કે તે પણ તેની સાસુને પોતાની માં ની જેમ કાળજી કરે. તો પણ પ્રશ્ન થાય છે કે સાસુ અને વહુ વચ્ચે કેમ સંબંધો સારા નથી રહેતા? કારણ બસ એક જ છે કે સમજણનો અભાવ હોય છે બસ બીજું કઈ જ નથી હોતું.

અહી અમે તમને એક નાનકડી અને બહુ જ મજેદાર અને બૌદ્ધિક વાર્તા કહેવા જઈ રહ્યા છીએ તો તેને અંત સુધી વાંચજો તો મજા આવશે.

એક ઘરમાં સાસુ વહુ બહુ પ્રેમ થી રહેતાં હતાં.
એકવાર ધરમા મહેમાન આવ્યા.
વહુએ સાસુને મહેમાન સાથે વાત કરતાં સાંભળ્યા.
સાસુ કહી રહ્યા હતા દિકરી સાકર જેવી હોય અને વહુ મીઠા જેવી હોય.
આ સાંભળીને વહુને ખોટુ લાગ્યુ.
વહુ ઉદાસ રહેવા લાગી.
જયારે સાસુને આ વાત ખબર પડી તો વહુને કારણ પુછ્યુ.
વહુએ કારણ કહ્યુ.
ત્યારે સાસુએ હસીને કહ્યું એનો અર્થ એ છે.
દીકરી સાકર જેવી હોય દરેક રુપ માં મીઠી લાગે.
જયારે વહુ મીઠાં જેવી હોય કે જેનુ કરજ ચુકવી નથી શકતા.
જેના વગર દરેક વસ્તુ બેસ્વાદ થઇ જાય.

તો આવું સાંભળીને વહુ ખુશ થઈને તેના સાસુમાં ને ભેટી પડી.

સ્ત્રી એક અજબ પાત્ર છે. તેની હાજરીની કોઈ નોંધ ન લે પણ એની ગેરહાજરી થી દરેક વસ્તુ ફિક્કી લાગે. તંમને જો આ નાની વાર્તા ગમી હોય તો દરેક સ્ત્રીને મોકલો અને તેને જણાવો કે તે કેટલી સ્પેશિયલ છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here