દિકરીના જન્મ પર પરિવાર પાસેથી ફી નથી લેતા આ મહિલા ડોક્ટર, પ્રધાનમંત્રી મોદી પણ કરી ચુક્યા છે તેમના વખાણ

0
2401

સરકાર ભલે દેશમાં “બેટી બચાવ બેટી પઢાઓ” નું સૂત્ર આપીને દીકરીઓ ની સુરક્ષા માટે પોતાને પ્રતિબદ્ધ હોવાનું જણાવે છે. પરંતુ આજે પણ દેશના ઘણા વિસ્તારોમાં દિકરીઓના જન્મ પર ઘરમાં ખુશીઓ મનાવવામાં નથી આવતી. તો ક્યાંક તેમના જન્મ થવા પહેલાં જ તેમને મારી નાખવામાં આવે છે. પરંતુ આ સિવાય ઉત્તર પ્રદેશના વારાણસી ની એક મહિલા ડોક્ટર કન્યા ભૃણ હત્યા જેવા રીતિરિવાજો ને રોકવા માટે એક અભિયાન ચલાવી રહી છે.

આ ડોક્ટર છોકરીનો જન્મ થયો હોય તો કોઈ ચાર્જ નથી લેતી અને પૂરા નર્સિંગ હોમ માં મીઠાઈ વેચે છે. છોકરીના જન્મ પર તે ડોક્ટર કહે છે કે, “બધા મોઢું મીઠું કરો છોકરી નો જન્મ થયો છે.”

ડોક્ટર શીપ્રા ધર છોકરીના જન્મ ઉપર ફીસ નથી લેતા. B.H.U. થી MBBS અને MD કર્યું છે તે વારાણસીના પહાડિયા ક્ષેત્રમાં નર્સિંગ હોમ ચલાવે છે. કન્યા ભૃણ હત્યા રોકવા માટે વારાણસીના એક ડોક્ટર દંપતી છોકરીના જન્મ ઉપર પરિવારમાં ફેલાયેલી ઉદાસીને દૂર કરવા માટે તેમના નર્સિંગહોમમાં જો કોઈ છોકરીનો જન્મ થાય તો તેની પાસેથી કોઈ ચાર્જ નથી લેવામાં આવતો.

કન્યા ભૃણ હત્યા જેવી  ક્રૂરતાને દૂર કરવા માટે અને લોકોની સોચ બદલવા માટે તેમણે આ પ્રયાસ ચાલુ કર્યો. લોકોમાં છોકરી પ્રત્યેની નકારાત્મક વિચારો હજુ પણ છે. તેમણે એ પણ જણાવ્યું કે છોકરી ના જન્મ ની ખબર જ્યારે તેમના પરિવારજનોને પડે ત્યારે તે રડવા બેસી જતા અને તેમણે આ જ વિચારોને બદલવા માટે પ્રયાસ ચાલુ કર્યો તે છોકરીના જન્મ આ વખતે ફિસ નથી લેતા અને બેડ ચાર્જ પણ નથી લેતા અને જો ઓપરેશન કરવું પડે તો ઓપરેશન પણ ફ્રીમાં કરે છે. અત્યાર સુધીમાં તો છોકરીઓના જન્મ પર કોઈ ચાર્જ નથી લીધો.

તેમની હોસ્પિટલમાં છોકરીના જન્મ વખતે કોઈ ચાર્જ ના લેવાની વાત જ્યારે વારાણસીમાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની ખબર પડી ત્યારે તેમણે મંચ ઉપર તેમના સંબોધનમાં આ ડોક્ટરની પ્રશંસા કરી હતી. અને દરેક ડોક્ટરોને કહ્યું હતું કે દરેક મહિનાની 9 તારીખે જન્મ થયેલો થયેલી છોકરી ની કોઈ ફિસ ના લે. તેનાથી બેટી બચાવો બેટી પઢાઓ આ અભિયાનને બળ મળે.

આ ડોક્ટરે જણાવ્યું કે સનાતન કાળથી છોકરીઓને લક્ષ્મી નો દરજ્જો આપવામાં આવ્યો છે, દેશ વિજ્ઞાન પણ આગળ વધી રહ્યું છે તે ઉપરાંત પણ કન્યા ભૃણ હત્યા જેવા કૃત્ય સમાજમાં અભિશાપ છે. એવામાં છોકરીના જન્મ ઉપર જો ખુશી ના હોય તો તેવા પૈસા શું કામના. જો તે છોકરીઓ પ્રત્યેની સમાજમાં સોચ બદલી શકે તો તે પોતાની જાતને સફળ સમજશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here