ધૂમ્રપાન ના કારણે ફેફસામાં જામેલી ગંદકી ને 3 દિવસમાં સાફ કરો

0
1820

માણસ ને જીવવા માટે શ્વાસ લેવાની જરૂર પડે તેના માટે શરીર માં ફેફસા ની જરૂર પડે. શ્વાસ લેવા માટે ફેફસાની મદદ કરે છે. ધૂમ્રપાનના લીધે ફેફસા અને હદય ને સૌથી વધારે તકલીફ પડે છે. તેના લીધે આપણ ને ફેફસા માં ગંભીર બીમારી થઈ જાય છે. કદાચ તેના લીધે જ જીવન નો અંતિમ શ્વાસ લેવા જેવી સ્થિતિ પણ બની જતી હોય છે.

નિકોટીન થી સિગરેટ , બીડી વગેરે બને છે. નિકોટીન તમાકુના પાન માં હોય છે. સિગરેટ પીવાથી મગજ ને પણ તરત જ અસર થાય છે. તેમાં એવું એક તત્વ હોય છે જે શરીર ને આનંદ આપે છે તેથી જ વ્યક્તિ ને વારંવાર ધૂમ્રપાન કરવાની ઈચ્છા થાય છે.

ધૂમ્રપાન કરતા લોકો એમ વિચારે છે કે તેનાથી તેમનું બધું જ દુઃખ દૂર થઈ જાય છે. પરંતુ તે લોકો નથી જાણતા કે એક સિગરેટ માં 4000 નુકસાનકારક તત્વો હોય છે. તેમાંથી લગભગ 40 કેમિકલ્સ કેન્સર પેદા કરવા વાળા હોય છે.

એક રિસર્ચ મુજબ જાણવામાં આવ્યું છે કે ધૂમ્રપાન ના કારણે એક વર્ષ માં 60 લોકો મૃત્યુ પામે છે. નિકોટીન તત્વ ના કારણે વ્યક્તિ ને વારંવાર સિંગરેટ પીવાની ઈચ્છા થાય છે તેથી લોકો તેના આદિ બની જાય છે. ધૂમ્રપાન શરીર માં લોહી ના પ્રભાવ ને વધારી દે છે. આંખો અને દાંત માં પણ તેની અસર થાય છે. ડાયાબીટીસ, હદયરોગ, સાંધા ના દુખાવો, નપુંસકતા વગેરે રોગો ધૂમ્રપાન ના કારણે જ શરીર માં વધારે પ્રમાણમાં જન્મે છે. ફેફસા નો કલર ધૂમ્રપાનના કારણે કાળો પડતો જાય છે.

ઘણા એવા ઘરેલૂ ઉપાયો છે જેના કારણે ધૂમ્રપાન ને રોકી શકાય છે જે આજે અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું. તે આ પ્રમાણે છે.

સામગ્રી : પાણી – 1 લીટર, હળદર – 2 નાની ચમચી, આદુ – એક નાનો ટુકડો, લસણ – 400 ગ્રામ, ભૂરા રંગની ખાંડ – 400 ગ્રામ.

રીત : એક લીટર પાણી માં ખાંડ નાખી ઉકળવા દેવું. ઉકળી જાય પછી તેમાં બાકીની બધી જ સામગ્રી નાખી દેવી. ફરી થી ખૂબ જ ઉકાળો. ઠંડુ થઈ ગયા પછી તેને કાચ ના વાસણ માં કાઢી ફ્રીઝ માં મૂકી દેવું. સવારે બે ચમચી બ્રશ કર્યા પછી પીવું અને સાંજ ના ભોગ પછી બે ચમચી પીવું. બધી જ સામગ્રી માં એવા તત્વો હોય છે જે ફેફસા ની બધી જ ગંદકી ને બહાર કાઢી દે છે.

સામગ્રી : ગાજર – 1 કિલો, મધ – 10 ચમચી

રીત : સૌ પહેલા ગાજરને કાપી તેમાં થોડું પાણી નાખી તેને ગેસ પર રાખો તેને પકાવો. ગાજર પાક્યા પછી તેને મિક્ષચરમાં પીસી લ્યો. થોડું ઘાટું પેસ્ટ જેવું બનશે. તેમાં મધ મિક્સ કરો. તે તૈયાર છે બીજો ઉપાય. તેને કાચના વાસણ માં કાઢી ફ્રીઝ માં સ્ટોર કરો. દિવસ માં આ મિશ્રણની 3 થી 4 ચમચી પીવો. થોડાક જ દિવસ માં ફેફસા ની ગંદકી બહાર નીકળી જશે. આ સામગ્રી તમને આસાની થી મળી જશે.

સામગ્રી : આદું નો રસ – 1 ચમચી, તજ નો પાઉડર – અડધી ચમચી, લીંબુ નો રસ – 1 ચમચી, મધ – 2 ચમચી, લાલ મરચું પાઉડર અથવા કાયેન પેપર – અડધી ચમચી, પાણી – 2 કપ

રીત : આ નુસખો બનાવવો ખૂબ જ સરળ છે. તેમાં જો તમે કાયેન પેપર વાપરશો તો વધારે ફાયદાકારક છે. સૌ પહેલા પાણી ને ઉકાળી તેને એક ગ્લાસ માં કાઢી લ્યો. હવે તેમાં સામગ્રી મુંજબ ની બધી જ વસ્તુઓ મિક્સ કરી લ્યો. આ ઔષધી તૈયાર છે તેનું સેવન રોજ રાતે જમ્યા પછી કરવું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here