ધાર્મિક દ્રષ્ટિએ ગાયને રોટલી ખવડાવવાના ફાયદાઓ

0
1422

મિત્રો આજ ના માટે આર્ટીકલમાં અમે જણાવીશું કે ગાયને રોટલી ખવડાવવાના કયા કયા ફાયદા છે અને તેને રોટલી ખવડાવી એ પહેલા કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. શાસ્ત્રોમાં ગાયને પૂજનીય સ્થાન આપવામાં આવ્યુ છે. ગાયને ગૌમાતા તરીકે ઓળખવામાં આવે છે. ગાય એક એવું પશું છે જેમાં 33૦૦૦ દેવી-દેવતાઓનો વાસ છે.

ગાયનું દૂધ એટલું સ્વાસ્થ્યવર્ધક છે એટલું બીજા કોઈ પશુ નું લાભદાયક નથી. તેનાથી વિશેષ ગાય ના પંચગવ્ય નું પણ મહત્વ છે. ગાયની પૂજા માં પંચગવ્ય નો પ્રયોગ થાય છે. ગૌમૂત્ર કિટનાશક છે. હવે આપણે વાત કરીશું કે કયા કયા ફાયદા છે ગાય ને રોટી ખવડાવવાના.

સનાતન ધર્મમાં ગાયને લક્ષ્મીનો સ્વરૂપ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયની સેવા કરવાથી ઘર પરિવાર  સુખી સમૃદ્ધ રહે છે. હિન્દુ ધર્મ માં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં ગાયની સેવા નિસ્વાર્થ રૂપે કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. જે ઘરમાં ગાયની સેવા થાય છે તે ઘરમાં અચાનક કોઈ આપત્તિ આવતી નથી.

શહેરી વિસ્તારમાં ગાયને પાળવી મુશ્કેલ છે પણ તેની સેવા કરવી તે સંભવ છે. શહેરી વિસ્તારમાં વધારે પ્રમાણમાં લોકો ગાયને રોટલી આપીને તેની સેવા કરે છે. ઘણી વખત ગાય ને રોટલી ખવડાવવામાં પણ ઘણી બધી ભૂલ થઈ જાય છે જે ખૂબ જ અશુભ હોય છે.

રોજ ગાયને રોટલી ખવડાવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આજકાલ તેનો તરીકો બદલાઈ ગયો છે. જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘણી વખત લોકો રોટલી રાખીને તેને બેથી ત્રણ દિવસ થઈ જાય પછી વાસી રોટલી ગાયને ખવડાવે છે. તેના કારણે ઘરમાં દુઃખને વિપત્તિઓ આવી છે.

તેથી હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ગાયને જે રોટલી ખવડાવવાની છે તે વાસી ના હોય તેનું ધ્યાન રાખવું. ગાયને વાસી રોટલી ખવડાવી તે તેનો અપમાન કરવા બરાબર છે જો તમે પણ ગાયને વાસી રોટલી ખવડાવો છો તો તે આદત બદલી નાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here