ધનતેરસ પર કરો આ વસ્તુઓની ખરીદી, ક્યારેય નહીં થાય પૈસાની અછત

0
1183

દિવાળીના તહેવારોમાં લોકો ઘણી ખરીદીઓ કરે છે. કપડાં, ઘરની કોઈ નવી વસ્તુઓ, ઇલેક્ટ્રોનીક સમાન, મોબાઇલ, ટીવી, ઘરેણાં વગરે વસ્તુઓની ખરીદી કરવા લોકો નીકળી પડે છે. ખાસ કરીને ધનતેરસના દિવસે એવું કહેવામા આવે છે કે જો આ દિવસે કોઈ કિમતી વસ્તુ ખરીદી કરીને તેની પૂજા કરવામાં આવે તો ઘરમાં ખૂબ જ ધન લાભ થઈ શકે છે. આથી લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીની વસ્તુઑની ખરીદી કરે છે અને ઘરે પૂજા કરે છે.

આ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ છે જેની ખરીદી ધનતેરસ ના દિવસે કરવામાં આવે તો ઘણા લાભો થઈ શકે છે. આ વસ્તુની ખરીદી ધનતેરસ પર કરી તેનો ફાયદો આખું વર્ષ રહેશે તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે.

ચાંદીની વસ્તુઓ અને વાસણો :

ધનતેરસના દિવસે ચાંદીના વાસણો તેમજ ચાંદીની કોઈપણ વસ્તુની ખરીદી કરવાથી ધનલાભ થઈ છે આ ઉપરાંત તે દિવસે પિતળના વાસણોની પણ ખરીદી એ વાસણોને પૂર્વ દિશામાં રાખવાથી પણ ધનલાભ થઈ છે.

સાવરણી :

તમને વાંચીને નવાઈ લાગશે અને આશ્ચર્ય પણ થશે પરંતુ ધનતેરસના દિવસે સાવરણી એટલા માટે ખરીદવામાં આવે છે કે તે દિવસે તમે પોતાના ઘરમાથી ગરીબીને વાળીને કચરાની માફક બહાર ફેંકી દો.

ઇલેક્ટ્રોનીક વસ્તુઓ :

ધનતેરસના દિવસે જો ઇલેક્ટ્રોનીક વસ્તુઓ જેવી કે, મોબાઇલ ફોન, ટીવી, વોશિંગ મશીન વગેરે ખરીદી તેને ઉતર-પશ્ચિમ દિશામાં મૂકી દો, આવું કરવાથી પણ ધનલાભ થાય છે.

હિસાબના ચોપડાઓ :

જે લોકો પોતાના ધંધામાં હિસાબ લખવા માટે ચોપડાઓનો ઉપયોગ કરતાં હોય તેઓએ આ દિવસે ચોપડાઓ તથા ખાતાવહીની ખરીદી કરીને પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. આવું કરવાથી વેપાર ધંધામાં લક્ષ્મી વધે છે અને બરકત આવે છે. તમે જે કઈ પણ ધંધો કે વેપાર કરતાં હોય તે સંબંધિત વસ્તુ આજના દિવસે ખરીદો તેનાથી શુભ ફળ મળશે.

સોનાની વસ્તુ અથવા સોનાનો સિક્કો :

ધનતેરસના દિવસે સોનું ખરીદવું શસ્ત્રોમાં પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સોનાનો સિક્કો ખરીદવો જોઈએ જેમાં લક્ષ્મીજી અને ગણેશજી નો ફોટો હોય. એ સિક્કાને ઘરની અથવા દુકાનની તિજોરીમાં રાખવાથી ધનલાભ થાય છે. જો આ શક્ય ના હોય તો ગણપતીજી અને લક્ષ્મીજી ના ફોટાને ઘરે મંદિરમાં રાખીને શ્રી સુક્ત ના જાપ કરવા જોઈએ.

સ્વસ્તિકનું ચિન્હ :

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકના ચિન્હને દરેક શુભ કાર્ય સમયે કરવામાં આવે છે અને તેને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હને ઘરની બહાર અથવા ઘરના દરવાજા પર લગાવો. આવું કરવાથી ઘરમાં ધનની તકલીફો રહેતી નથી.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here