ધનતેરસના દિવસે આટલું કરવાથી લક્ષ્મીજી થશે પ્રસન્ન અને કરી દેશે માલામાલ

0
1091

દિવાળીને દિવસોને વર્ષના સૌથી શુભ દિવસો માનવમાં આવે છે, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી આ દિવસોમાં લોકો ઘરે પુજા કરે છે, ખરીદીઓ કરે છે અને દાન-પુણ્ય કરે છે. દિવાળીના દિવસોના લક્ષ્મી માતાજીની પુજા તો લગભગ બધા જ કરે છે પરંતુ તેને યોગ્ય રીતે કઈ રીતે કરી શકાય એ અમે તમને જણાવીશું, જેથી કરીને લક્ષ્મી માતાજી તમારા પર પ્રસન્ન થશે અને ધનની કમી ક્યારેય પણ નહીં આવે.

ગાયને હિન્દુ ધર્મમાં માતા કહેવામા આવી છે. ગાયમાં તેત્રીસ કરોડા દેવતાઓનો વાસ છે એવું માનવમાં આવે છે. આ વાત ને આપના શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવી છે. ગાયની દરેક વસ્તુ પવિત્ર માનવમાં આવે છે, પછી એ દૂધ હોય કે ગૌમુત્ર. ગૌમુત્રનો તો કેન્સરની દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

ગાયના ગૌમુત્રને કેન્સરના દર્દી માટે દવા બનાવવામાં આવે છે. આ સિવાય પણ પંચગવ્ય જેવી કેન્સરની દવાઓ પણ બને છે. આ સિવાય ગૌમુત્રનું અર્ક પણ લોકો દવા તરીકે ઉપયોગમાં લે છે. આ પવિત્ર ગાયની પુજા કરીને લક્ષ્મી માતાજીને પ્રસન્ન કરવાની રીત અમે તમને અહી જણાવીશું.

ધનતેરસના દિવસે તમારે લક્ષ્મી માતાજીને પ્રસન્ન કરવા માટે ગાય માટે સવારના સ્વચ્છ શરીરે ચણા અને ગોળ મિક્સ કરીને ગાયને પોતાના હાથથી તમારી હથેળી પર ગાયની જીભ અડે એ રીતે ખવડાવવાના રહેશે. ત્યારબાદ તેને પ્રણામ કરી, ગાયને સ્પર્શ કરીને લક્ષ્મી માતાજીને યાદ કરવાના રહેશે અને તમારી ઈચ્છાપૂર્તિ માટેની પ્રાર્થના કરવી.

આટલું કરવાથી લક્ષ્મી માતાજી સદાય તમારા પર પ્રસન્ન રહેશે અને તમારા પણ હમેશા માટે લક્ષ્મી માતાજીનો હાથ રહેશે. તમારી દરેક ઇચ્છાઓની પૂર્તિ થશે અને ક્યારેય પણ જીવનમાં આર્થિક સંકડામણની તકલીફ નહીં ઊભી થાય.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here