દેવદિવાળી પર ૨૩૫ વર્ષ બાદ બને છે શુભ મહાસંયોગ, આ રાશીઓ પર થશે ભગવાન કૃષ્ણની અસિમ કૃપા

0
3566

આજે ઘરે ઘરે દેવ દિવાળી એટલે કે દેવઉઠી એકાદશી મનાવવામાં આવશે. ભગવાન વિષ્ણુ આજે શેરડીના મંડપમાં તુલસીજી સાથે મંગળ ફેરા ફરશે અને આ સાથે જ શુભ કાર્યોની પણ શરૂઆત થશે. આ દિવસ લગ્ન માટે શુભ દિવસ હોવાનું પણ માનવમાં આવે છે.

દિવાળીથી શરૂ થયેલા ત્યોહાર આજે તુલસી વિવાહ સાથે પૂરા થાય છે. આ દિવસે ઘરે ઘરે રંગોળી અને દિવડાઓ કરી તુલસી વિવાહ ઉજ્વવામાં આવે છે. આજના આ શુભ દિવસે અને આ વર્ષે એવો મહાસંયોગ બને છે જે ૨૩૫ વર્ષો બાદ બને છે.

આ અદભૂત સંયોગને કારણે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૃષ્ણ ભગવાનની કૃપા અમુક રાશિઓઓને સારું ફળ આપનારી બની રહેશે. આ રાશિના જાતકોને લક્ષ્મીજીની કૃપા પણ સાથો સાથ રહેવાની છે. તો આ રાશિઓ અને તેમના શુભફળ વિશે તમને અહી જણાવીશું.

ધન :

આ રાશિના જાતકો પર શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા દ્રષ્ટિ રહેવાની છે તેથી તેમણે વેપાર અને ધંધાના યોગ ખૂબ જ સારા રહેશે. તેમણે વેપાર અને ધંધામાં ફાયદો થવાના યોગ છે. આ સાથે જ તેમની બધી તકલીફોનો નાશ થશે.

તુલા :

આ જાતિના જાતકોને ભાગ્યનો સારો સાથ મળી રહેશે. નોકરીયાત વર્ગને બઢતીના યોગ રહેલા છે. મિત્રોનો સાથ સહકાર મળી રહેશે.

મેષ :

આ રાશિના જાતકોને રોજગારના નવા માર્ગો દેખાશે. સાથો સાથ વેપારમાં વૃદ્ધિ પણ થશે. વિદ્યાર્થી માટે આ સમય સારો રહેશે. દંપતીના સંબંધો સુમેળભર્યા રહેશે. ધનની આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે.

મીન :

આ રાશિ પર શ્રી કૃષ્ણની કૃપા રહેવાથી જાતકોને મન અને પ્રતિષ્ઠામાં વધારે થતો જણાશે. પરિવાર તથા મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. પ્રેમ સંબંધોમાં સંબંધો સારા બનશે અને કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

વૃષભ :

આ રાશિના જાતકોને અટવાયેલા તમામ કર્યો પૂરા થશે, અને અટવાયેલું ધન પણ હવે પરત મળી રહેશે. કૃષ્ણ ભગવાન સાથે લક્ષ્મી માતાજી પણ મહેરબાન રહેશે.

મકર :

આ રાશિના જાતકોને તમને બગડેલા સંબંધોમાં સુધારો આવશે અને આકસ્મિક ધન લાભ થશે. નવા સંબંધોમાં ઉમેરો થશે અને માન અને પ્રતિષ્ઠા વધવા સાથે ધન લાભ પણ વધશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here