દેશી ગાયનાં ઘીનાં આટલાં પ્રયોગોથી શરીર બને છે મજબૂત અને નિરોગી

0
1046

દેશી ગાયનું ઘી દરેક માટે ખૂબજ લાભકારી છે પરંતુ એ ચોખ્ખું હોવું જોઈએ. આજકાલ બજારમાં ગાયનું ઘી વેંચાય છે તે ભરોસાપાત્ર હોતું નથી તેથી બને ત્યાં સુધી ગાયનાં દુધમાંથી ઘરે ઘી બનાવવાનો હંમેશા આગ્રહ રાખવો. હવે આપણે ગાયનું ઘી કઇ રીતે ઉપયોગી છે તે જોઇએ. દેશી ગાયનાં ઘીનાં ફાયદાઓ જાણીને તમે દંગ રહી જશો.

ગાયનાં ઘીનાં ટીપા નાક, કાન અને ડુંટી મતલબ નાભીમાં પાડવાથી ઘણાં રોગોમાં રાહત થાય છે, કઇ રીતે તે આગળ જાણીશું. દેશી ગાયનાં બેથી ત્રણ ટીપાં દરરોજ સવારે – રાત્રે નાકમાં નાખવાથી એલર્જી, લકવા વગેરેમાં ઘણો ફાયદો થાય છે. યાદદાસ્તમાં વધારો થાય છે, દિમાગને એનાથી શાંતિ મળે છે. જો માથાનાં વાળ ખરતાં હોય તો ખરતાં અટકી જાય છે, માનસિક શાંતિ મળે છે.

જો કાનમાં કોઈ તકલીફ હોય, ઓછું સંભળાતું હોય તો રોજ સવાર-સાંજ કાનમાં બે – ત્રણ ટીપાં નાખો. એનાથી કાનનો પરદો ઠીક થઈ જાય છે એવું જાણકારોનું કહેવું છે. હાથ પગમાં બળતરાં થતી હોય તો પગનાં તળીયે ગાયનાં દેશી ઘીનું માલીશ કરો. બળતરાં શાંત થઈ જશે.

ગાયનાં ઘીનું નિયમિત સેવન કરવાથી એસિડિટી અને કબજિયાત દૂર થાય છે. બીજું કે, સવારમાં ગાયનું શુદ્ધ ઘી સાકર- દુધ સાથે ગરમ કરીને પીવાથી પેટ સાફ આવે છે. મતલબ કબજિયાત મટે છે, બળ- બુદ્ધિ વધે છે, એસિડિટી પણ ધીમે ધીમે મટાડે છે, ગાયનાં જુનાં ઘી થી બાળકની પીઠ અને છાતી ઉપર હળવાં હાથે માલીશ કરવાથી બાળકની છાતીમાં જમાં થયેલો કફ છૂટો પડે છે.

આ ઉપરાંત નાની- મોટી વ્યક્તિ જો રોજ પગનાં તળીયે ગાયનાં ઘી થી માલીશ કરવાનું રાખે તો પગની બળતરામાં ઘણી રાહત દેખાવાં લાગે છે. કેન્સર રોગમાં પણ દેશી ગાયનાં ઘીનું સેવન રાહત આપનાર સાબિત થયું છે.
રોજ બે ટાઇમ ગાયનાં બે થી ત્રણ ટીપાં નાકમાં નાખવાથી માઇગ્રેન મટે છે. એનાં રોજીંદા સેવનથી કોલેસ્ટ્રોલ આગળ વધતું નથી, વજન ઘટે છે એ રીતે સ્થૂળતા મટાડે છે પરંતુ જો વ્યક્તિ માયકાંગલી હોય તો અનુભવી વૈદની સલાહ મુજબ ગાયનાં ઘીનો પ્રયોગ કરે તો વજન વધી શકે છે.

ટૂંકમાં, ગાયનાં ઘીના બે – ત્રણ ટીપાં નાકમાં નાખવાથી વાત- પિત – કફ જેવી તકલીફ દૂર થઈ શકે છે. ગાયનાં દેશી ઘીનાં આનાથી વધારે ફાયદાઓ છે. તેમાંથી સાર તારવીને આપની સમક્ષ ટૂંકમાં રજું કર્યાં છે. ગાયનાં દેશી ઘીનું સેવન નૂકશાન કરતું નથી તો પણ સમજી વિચારીને આનું સેવન કરવું જોઈએ. દેશી ગાયનાં ઘી વિશે ઘણું ઘણું લખી શકાય તેમ છે. હવે થોડાં સમય પછી આના વિશે પ્રકાશ પાડીશ.

ખાસ નોંધ – આ તમામ વિગતો અનુભવી વૈદ- જાણકાર પાસેથી મેળવીને લખેલ છે. છતાં આપનાં કોઈ જાણકાર ચિકિત્સકની સલાહ – દેખરેખ હેઠળ આનાં પ્રયોગ કરવો વધું સલાહ ભર્યું છે.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here