દરરોજ રાતે પોતાના ઘરેથી નીકળે છે અનાથ લોકોની શોધમાં અને જમાડીને લઈ આવે છે પોતાના આશ્રમમાં

0
1231

આપણે ઘણી વખત મોંઘી ગાડીઓ માં બેસીને સડક પર બેસેલા બે હજાર લોકોને જોઈએ છીએ. ઘણીવાર પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસેલા લોકો પણ સડક પર બેહાલ ફરતા હોય છે. પરંતુ તેમના માટે આપણી પાસે થોડી મિનિટ નો અફસોસ અને થોડા ખુલ્લા પૈસા આપવા સિવાય બીજું કંઈ નથી હોતું.

આપણા જીવનમાં આપણે એટલા ખોવાઈ ચૂક્યા હોય છે કે તેમના ચહેરા પાછળ છુપાયેલી ઉદાસી અને તેમનું દર્દ આપણને દેખાતું નથી. પરંતુ આજે પણ આપણી વચ્ચે એવા લોકો રહેલા છે જેઓએ પોતાનું સમગ્ર જીવન આવા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે લગાવી દીધું છે. ગુરુગ્રામના રવિ કાલરા એમાંના જ એક છે.

સેવા કરવા માટે પોતાનું બધું જ છોડી દીધું

ડિફેન્સમાં યુવાઓને તેની આપવાની પોતાની સારી આવક ની નોકરી છોડીને રવિ કાલરા બેઘર લોકોની મદદ કરવાને જ પોતાની જિંદગીનો હેતુ માને છે. ૨૦૦૭થી તેઓ આ કામમાં આગળ વધી રહ્યા છે. પહેલા પોતાના ઘર પર બે ઘર અને માનસિક સંતુલન ખોઈ બેસેલા લોકોને લાવીને તેમની સેવા કરતા હતા. આજે તેમની પાસે ૫૦૦ થી પણ વધારે આવા લોકો છે.

રવિ કાલરા નું કહેવું છે કે, “શરૂઆતમાં તેમને ખૂબ જ મુશ્કેલીઓ થઇ હતી. ઘરવાળા એ પણ તેમનો સાથ છોડી દીધો હતો. સારી એવી નોકરી પણ તેમણે છોડી દીધી હતી. પરંતુ હંમેશાથી હું જાણતો હતો કે મારે આ જ કરવાનું છે. આજે મને દસ વર્ષથી પણ વધારે થઈ ગયા છે અને હું ખુશ છું કે હું આવા લોકો માટે કંઈ કરી શકું છું.

તેઓ દરરોજ રાત્રે સડક પર નીકળી જાય છે અને રસ્તા પર રહેલા લાવારીસ લોકોને ભોજન પૂરું પાડે છે. લાવારસ લોકો ને જમાડી ને પોતાની સાથે આશ્રમમાં લઈ આવે છે. તેમના આ ઉત્તમ કાર્ય ને બિરદાવતા કોન બનેગા કરોડપતિ મા મહાનાયક અમિતાભ બચ્ચન તથા કપિલ શર્મા સાથે પણ આવી ચૂક્યા છે.

ના મળી સરકારી મદદ

સરકારી મદદની આશા પર બેઠેલા રવિ ક્યારે પણ પૈસાની તંગી ના લીધે આ કામ છોડ્યું નહીં. શરૂઆતમાં ઘણી પરેશાનીઓને લીધે તેમની પત્ની અને બાળકો તેમને છોડીને ચાલ્યા ગયા. પરંતુ હિંમત હાર્યા વગર આજે તેઓ અહીં સુધી પહોંચ્યા છે અને અહીંયા આવનાર દરેક શખ્સ ને તે પોતાના પરિવારનો સભ્ય માને છે.

રવિ ની આ સરાહનીય કોશિશ થી પ્રભાવિત થઈને હવે લોકો પણ તેમની સાથે જોડાવા લાગ્યા છે. લોકો કપડાં અને અનાજ તથા રૂપિયાની મદદ તેને સુધી પહોંચાડી રહ્યા છે. ગુરુગ્રામનાં યાદવ પરિવારને એકમાત્ર પૌત્રી નો જન્મદિવસ કોઈ મોટી હોટલમાં ઉજવણી કરવાને બદલે તેઓ અહીં આવી પહોંચ્યા હતા. તેઓનું કહેવું હતું કે, “અમે ઈચ્છતા હતા કે મારી પૌત્રી અને પૌત્ર અને અન્ય લોકો માટે કંઈક કરવાની ભાવના જાગે. આજકાલ લોકો પોતાના માટે જ જીવે છે. પરંતુ મારી કોશિશ છે કે અમારા બાળકો આવા ન બને.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here