વધુ પડતાં થઈ રહેલા છૂટાછેડાનું કારણ શું? દરેક માં-બાપ અને પતિ-પત્ની આ આર્ટિક્લ અવશ્ય વાંચે

1
2801

જૂના જમાનામાં એક પરંપરા હતી કે દીકરીના સાસરિયામાં તેના મા-બાપ જમતા નહીં. જુના જમાનામાં ઘરડાઓ શરૂ કરેલી આ પરંપરાનો કારણ એક જ હતું કે કુટુંબને ટકાવી રાખવાની ભાવના હતી. દીકરીના ઘરે ના જમવું એવું નથી પરંતુ જ્યાં સુધી દીકરીના ઘરે સંતાન ન થાય ત્યાં સુધી દીકરીના ઘરે ન જમવું એવું શાસ્ત્રોની આજ્ઞા છે.

એક દીકરી જ્યારે સાસરે પરણીને જાય છે ત્યારે પિયર જેવુ વાતાવરણ ધ્યાન ન હોય તે સ્વાભાવિક છે. નવી પરણેલી દીકરી સાસરિયામાં થોડા નવા દિવસોમાં અકડાતી હોય આ સમય દરમ્યાન જ્યારે તે મા-બાપને મળે ત્યારે સાસરિયાની બધી વાતો કરે અને મા-બાપનો હૈયુ દીકરી ને દુઃખી જોઈને ભરાઈ આવે.

પહેલા ની જે પરંપરા હતી તે ખૂબ જ સારી હતી અને તેનું એક જ કારણ છે કે જો દીકરી ને નવા નવા લગ્ન થયા હોય ત્યારે મળવા ન આવે તો તે મા-બાપને કંઈ કહી ન શકે અને જો તે કહી ન શકે અને એક વર્ષ બાદ તેને સંતાન થઈ જાય એટલે બધું જ આપોઆપ સરખો થઈ જાય અને જો તે પોતાના મા-બાપને બધી દુઃખની વાતો કહે તો કદાચ મા-બાપ છૂટાછેડા લેવાની સલાહ આપે કારણ કે તેઓ પણ દીકરીને દુઃખી નથી જોઈ શકતા હોતા. પરંતુ સંતાન થઈ જાય એ પછી ઘરનું વાતાવરણ બદલાય જાય છે જે દુઃખો હોય છે તે સુખમાં પરિણમે છે કારણ કે દીકરી નો બધો જ સમય તેના બાળકમાં જ જતો રહે છે.

વડીલોને ભવિષ્યની પારખવાની અદભુત શક્તિ હતી. આ પરંપરાથી ઘણા બધા ફાયદાઓ થાય છે . આજના જમાનામાં છૂટાછેડાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તમે તમારી આજુબાજુ જોશો તો તમે જોશો કે પતિ-પત્નીનું લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી. કારણકે સ્વતંત્રતાના નામે આપણે દીકરી ન બનીને વહુ બનવા જ તૈયાર છીએ.

લગ્ન જીવન નાના છોકરા ની રમત હોય તેવી રીતે એની જોડે નથી ફાવતું એમ કહીને લોકો છૂટાછેડા લઈ લે છે. અને આજના જમાનામાં ફોન પર પણ દીકરીને આમ કરવાનો અને આમ નહીં કરવાનો સલાહો આપ્યા કરે છે, જબરી થઈ જશે એવી જ સલાહ આપ્યા કરે છે.

જે ઘર માં લગ્ન પછી દીકરી અને મા વચ્ચે લાંબી લાંબી વાતો થતી હોય તે ઘરને તૂટતા વાર નથી લાગતી. દીકરીને વહાલ કરવો જરૂરી છે પરંતુ એટલો વ્હાલ ન કરવો કે તેનું ઘર ભાંગી જાય આ વાત થોડી કરવી જરૂર છે પરંતુ તેમાં ઘણી બધી વાસ્તવિકતા છુપાયેલી છે.

1 COMMENT

  1. Amara ghar ma mara husband emna nana bhai ne puchi ne badhu kaam kare…Mara diyar ne 1 -1 kalak na badha report aape che… Etle badha na ghar ma chokrivara no vank nathi hoto..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here