દર વર્ષે ૬ થી ૮ ઇંચ વધે છે આ શિવલિંગ, વિશ્વનું સૌથી મોટું શિવલિંગ માનવમાં આવે છે

0
946

રાજધાની રાયપુરથી ૯૦ કી.મી. દૂર ગરીયાબંદ જિલ્લાના દક્ષિણ-પૂર્વમાં ૪ કિલોમીટર દૂર આવેલ મરોદા ગામમાં સ્થિત છે ભૂતેશ્વર મહાદેવનું શિવલિંગ. આ શિવલિંગને વિશ્વનું સૌથી મોટું શિવલિંગ માનવામાં આવે છે. આ એક એવું શિવલિંગ છે જેનો આકાર દર વર્ષે ૬ થી ૮ ઇંચ વધે છે. આ અનોખા શિવલિંગના દર્શન માટે હજારો ભક્તો આવે છે.

ગરીયાબંદ જિલ્લાના મરોદા ગામ પાસે જંગલમાં આવેલ આ પ્રાકૃતિક શિવલિંગ આવેલ છે અને તેને ભૂતેશ્વર મહાદેવ પણ કહેવામા આવે છે. જાણકારી અનુસાર આ શિવલિંગ ૧૮ ફૂટ થી પણ વધારે ઊંચું છે અને દર વર્ષે ૬ થી ૮ ઇંચ વધી રહ્યું છે. સ્થાનીય રાજસ્વ વિભાગ પણ તેની ઊંચાઈ પણ નજર રાખે છે.

ઘણા વર્ષો પહેલા ફક્ત એ એક નાના પથ્થર જેવડું જ હતું. અહિયાથી સાંજના પસાર થતાં સમયે સિંહ અને બીજા જંગલી જાનવરોના આવજો સાંભળતા હતા. પરંતુ નવાઈની વાત તો એ છે કે આ વિસ્તારમાં કોઈ સિંહ નહોતા. આને દૈવીય આદેશ માનીને ત્યાના સરપંચ અને ગ્રામીણ લોકોએ નાના પથ્થરને શિવલિંગ માનીને પૂજા કરવાનું શરૂ કરી દીધું, એટલે માટે તેને ભૂકુર્રા મહાદેવ પણ કહેવામા આવે છે.

છત્તીસગઢમાં ભૂકુર્રાનો અર્થ હૂકારવું પણ થાય છે. આ શિવલિંગની ઊંચાઈ પણ ધીમે ધીમે વધવા લાગી અને સાથે સાથે ગ્રામીણ લોકોની શ્રધ્ધા પણ વધવા લાગી. સાથો સાથ આ વાત દેશ અને વિદેશમાં ફેલાવવા લાગી જેથી બહારથી પણ લોકો અહિયાં શિવલિંગના દર્શન માટે આવવા લાગ્યા. શ્રવણ માહિનામાં અને શિવરાત્રીમાં અહિયાં મેળાનું આયોજન થાય છે. શ્રવણ માસમાં અહિયાં કાવડ યાત્રા પણ યોજવામાં આવે છે.

શિવલિંગની વધી રહેલી ઊંચાઈ બાબતે ભૂતેશ્વર મહાદેવ મંદિર સમિતિના સદસ્ય મહેશ સિન્હાએ જણાવ્યુ હતું કે ૧૯૯૬માં સમિતિના લોકોએ શિવલિંગની ઊંચાઈ માપેલી હતી ત્યારે આ શિવલિંગની ઊંચાઈ લગભગ ૬૨ ફૂટ હતી, પરંતુ પાછલા વર્ષે મહાશિવરાત્રી પર આ શિવલિંગની ઊંચાઈ ૭૦ ફૂટ થઈ ચૂકી હતી. આ ઉપરાંત તેઓ કહે છે કે થોડા વર્ષો પહેલા આ શિવલિંગને તિલક કરવા માટે માત્ર પાંચ પગથિયાં ચડવા પડતાં હતા પરંતુ વર્તમાન સમયમાં અત્યારે ૧૮ થી ૨૦ પગથિયાં ચડવા પડે છે.

લોકો વચ્ચે એવી પણ ચર્ચા છે કે જે જ્ગ્યા પર શિવલિંગ છે ત્યાં રોજ રાત્રે બળદોના બોલવાનો અવાજ પણ આવે છે. બળદોના બોલવાના આવાજને ભૂકારવું પણ કહે છે એટલા માટે જ આ જ્ગ્યાનું નામ ભૂકુર્રા મહાદેવ પણ છે. ભૂતેશ્વર મહાદેવ સમિતિના સદસ્ય મહેશ સિન્હાએ જણાવ્યુ હતું કે લોકો પોતાની માનતાઓ પૂરી કરવા માટે દૂર દૂરથી અહિયાં આવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here