દર રવિવારે ૧૦ વૃક્ષો વાવે છે આ ૬ વર્ષની ઇહાં દીક્ષિત

0
1233

સૌથી નાની ઉંમરમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર હાસિલ કરવા વાળી મેરઠની ઈહા દીક્ષિત એ પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કર્યો છે. છ વરસની નાની બાળકી ઈહા દરેક રવિવારે 10 છોડ ઉગાવે છે અને પર્યાવરણ બચાવવા માટે બધાને પ્રેરિત કરે છે. આ છોડ ઈહા ખુદ નર્સરીથી ખરીદીને લાવે છે.

પ્રધાનમંત્રી ના ‘મન કી બાત’ થી પ્રેરિત થઈને પોતાના પાંચમાં જન્મદિવસ પર એક જ દિવસમાં મેડિકલ કોલેજમાં ૧૦૦૮ છોડ અને છઠ્ઠા જન્મદિવસ પર 25૦૦ છોડ ઉગાવવા નો રેકોર્ડ બનાવ્યો હતો.

ઈહા એ કાર્ટૂન ચેનલ પર વૃક્ષારોપણ નો મહત્વ સમજાવ્યું હતું. હવે રાષ્ટ્રપતિએ ઈહાની હિમ્મત વધારી હતી અને કહ્યું છે કે કોઈ પરેશાની હોય તો જરૂર કહેવું હું તારી મદદ કરીશ. ઈહાએ કહ્યું કે પર્યાવરણને બચાવવા માટે પોતાનું પૂરૂ જીવન લગાવી દેશે.

જાગૃતિ વિહાર મેરઠ ના રહેવાવાળા કુલદીપ ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાં સેવારત છે. તેની છોકરી ઈહા ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુપી બુક ઓફ રેકોર્ડ, વિયેતનામ બુક ઓફ રેકોર્ડ, મહિલા ગૌરવ અને અન્ય ઘણા બધા સન્માન મળી ચૂક્યા છે.

ઈહાને ‘ગ્રીન ઈહા સ્માઈલ ક્લબ’ નામનો એક ગ્રૂપ પણ બનાવ્યુ છે જેમાં તેના છ મિત્રો પણ સામેલ છે. આ બધા બાળકો દરેક રવિવારે અલગ અલગ જગ્યાએ છોડ લગાવે છે.

ઈહા પિતાએ કહ્યું કે તે કોઈના પણ જન્મદિવસ પર છોડ નો ઉપહાર આપે છે તેની પાસે થી વૃક્ષારોપણ માટે નું વચન લે છે.  હવે મોટા પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. રવિવારે ફ્રી રહેવાવાળા લોકો ઈહા સાથે હાથ મેળવે છે.

કુલદીપ કહે છે કે ઇહા ઘર પર જ કેરી અને જાંબુડા ખાવાના પછી તેના ઠળિયા ઓને  પણ કુંડામાં નાખી દે છે. તેમાં અંકુર આવી ગયા છે. ઈહા નું કહેવું છે કે તે આ રીતે કેરીના 40 છોડ ને જમીનમાં શોધીને બગીચો તૈયાર કરશે. UKG માં ભણી રહલી ઈહા ની ઉપલબ્ધીઓને અલજજીરા ચેનલ પણ જોઈ ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here